નદીના તળિયાથી 359 મીટર ઊંચો સલાલ ડેમ નજીક ચેનાબ નદી પરનો બ્રીજ

તે ઊંચાઈમાં એફિલ ટાવર કરતાં પણ વધુ છે અને નદીના સ્તર થી રેલ સ્તર સુધી કુતુબ મિનાર કરતાં લગભગ પાંચ ગણું ઊંચો છે-ચિનાબ બ્રિજ સાથે કાશ્મીરની સફરને એલિવેટીંગ
જ્યાં બરફથી ઢંકાયેલા શિખરો આકાશને મળે છે અને ચિનાબ નદી પૃથ્વીમાં ઊંડાણમા વહે છે, ત્યાં ભારતે સ્ટીલમાં પોતાનો સંકલ્પ કોતર્યો છે. ચેનાબ બ્રિજ, જે હવે વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે બ્રિજ છે, જે નદીના તળિયાથી 359 મીટર ઊંચો છે, તે એન્જિનિયરિંગ શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાનું પ્રતીક છે.
ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટનો ભાગ, આ પુલ ફક્ત જમીનને જ નહીં પરંતુ આકાંક્ષાઓને પણ જોડે છે – આ કાશ્મીર ખીણ ને શેષ ભારત થી દરેક ઋતુ મા વિશ્વસનીય રેલ માર્ગ થી જોડે છે.
સલાલ ડેમ નજીક ચેનાબ નદી પર ૧,૩૧૫ મીટર સુધી ફેલાયેલો આ પુલ ૪૬૭ મીટર નો શાનદાર મુખ્ય કમાન ની વિષેશતા રાખે છે, અને તે ૨૬૬ કિમી પ્રતિ કલાકની પવનની ગતિનો સામનો કરી શકે છે. તે ઊંચાઈમાં એફિલ ટાવર કરતાં પણ વધુ છે અને નદીના સ્તર થી રેલ સ્તર સુધી કુતુબ મિનાર કરતાં લગભગ પાંચ ગણું ઊંચો છે.
આ એન્જિનિયરિંગ અજાયબીના નિર્માણમાં 28,000 મેટ્રિક ટનથી વધુ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ભારતીય રેલ્વેમાં તેના પ્રકારની પ્રથમ કેબલ ક્રેન સિસ્ટમ શરુ કરવામાં આવી હતી જેનો ઉપયોગ 915 મીટર પહોળા ખાઈમાં સામગ્રી લઇ જવા માટે કરવામાં આવ્યો હતો, જેમાં બે વિશાળ કેબલ કાર અને 100 મીટરથી વધુ ઊંચા થાંભલાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
હિમાલયના ભૂસ્તરીય રીતે જટિલ અને અસ્થિર ભૂપ્રદેશ પર બનેલો, ચિનાબ પુલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ની એક ઉપલબ્ધી થી વધુ છે – તે ભારતની હિંમત, નવીનતા અને સૌથી દૂરના ખૂણા સુધી પણ પ્રગતિ પહોંચાડવાના અતૂટ સંકલ્પનું પ્રતીક છે. ચિનાબ નદી પર ઊભો આ પુલ ફક્ત બે પર્વતોને જ જોડતો નથી – તે જમ્મુ અને કાશ્મીર માટે સપના, વિકાસ અને નવા યુગને પણ જોડે છે.