Western Times News

Gujarati News

દ્રષ્ટિહિન રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશીપમાં વિજેતા બન્યાં વડોદરાના દર્પણ ઈનાની

પ્રચંડ મનોબળ ધરાવતા દર્પણ હવે વિશ્વ પથ પર ભારતનું નેતૃત્વ કરશે

વડોદરા, વડોદરા-ચેસ બોર્ડ પર શતંતુલ્ય ચાલોથી પોતાના નામે વિજય લખનાર વડોદરાના પ્રતિભાશાળી અંધ ચેસ ખેલાડી દર્પણ ઈનાનીએ ફરી એક વખત તેમની અદ્દભૂત ક્ષમતાનું પ્રમાણ પૂરું પાડયું છે.

તેઓએ ઓડિસાના કટકમાં ર એપ્રિલથી ૬ એપ્રિલ દરમિયાન આયોજિત ર૦રપની દૃષ્ટિહિન રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશીપમાં વિજય મેળવીને રાષ્ટ્રીય ખિતાબ પોતાના નામે કર્યો છે. ૭.પ/૯ના અણનમ સ્કોર સાથે તેમણે પોતાની દક્ષિણપંથી રમત અને પ્રચંડ મનોબળ દ્વારા દેશના ટોચના ખેલાડીઓ સામે શ્રેષ્ઠતા દાખવી હતી.

ચેમ્પિયનશીપમાં દેશના ચાર ઝોન ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાંથી કડક પસંદગી પ્રક્રિયા બાદ પર ખેલાડીઓએ ભાગ લીધો હતો. દરેક ઝોનમાંથી ૧૩ પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. આ ચેમ્પિયનશીપ દૃષ્ટિહિન ખેલાડીઓ માટેની સત્તાવાર રાષ્ટ્રીય સ્પર્ધા હતી. વડોદરાના કુલ બે ખેલાડીઓએ ભાગ લીધો છે જેમાં દર્પણ ઈનાની અને અમદાવાદનો એક ખેલાડીનો સમાવેશ થાય છે. તેઓ ઝોનલ ટુર્નામેન્ટમાંથી પસંદ થયા હતા. દર્પણ પ્રથમ સ્થાને રહી અને રાષ્ટ્રીય ચેમ્પિયન બન્યા.

આ રાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં કર્ણાટકના કિશન ગાંગુલી બીજા સ્થાને રહ્યા હતા. જ્યારે મહારાષ્ટ્રના ખેલાડી ત્રીજા અને ઓડિસાના પ્રતિનિધિ ચોથા સ્થાને રહ્યા હતા. ટોચના ચાર ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો ગૌરવ પ્રાપ્ત થયો છે.

દર્પણ ઈનાનીના આ વિજય સાથે તેઓ હવે આગામી જૂનમાં સર્બિયા-રશિયામાં યોજાનારી વર્લ્ડ ટીમ ચેસ ઓલિÂમ્પયાડ તેમજ ઓગસ્ટમાં પોલેન્ડમાં આયોજિત વર્લ્ડ વ્યક્તિગત ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને ભારતીય અંધ ચેસ જગતના ચમકતા તારાની જેમ પ્રકાશિત થાય છે. ઓકટોબર ર૦ર૩માં ચીનમાં યોજાયેલી પેરા એશિયન ગેમ્સમાં તેમણે બે ગોલ્ડ મેડલ (વ્યક્તિગત અને ટીમ) જીતીને દેશનું ગૌરવ વધાર્યું હતું.

તે વર્ષે પેરા એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીતનાર તે ગુજરાતનો એક માત્ર ખેલાડી છે. તેઓની કારકીર્દી દરમિયાન પ્રાપ્ત કરેલી શ્રેષ્ઠ એફઆઈડીઈ રેટિંગ ર૧૩પ રહી છે જે જાન્યુઆરી ર૦ર૪ સુધીમાંં કોઈપણ ભારતીય દૃષ્ટિહિન ખેલાડી માટેની સૌથી ઉચી ઈએલઓ રેટિંગ હતી.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.