Western Times News

Gujarati News

હીટ સ્ટ્રોકથી બચવા માટે ૨૦૦થી વધુ સફાઈ કામદારોને એનર્જી ડ્રીંક અપાયું

(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લામાં પણ ગરમીનો પારો ૪૧-૪૨ ડીગ્રી વચ્ચે સ્થિર થયો છે. આ વચ્ચે નડિયાદ મહાનગરપાલિકાએ માનવીય અભિગમ દાખવી સફાઈ કામદારોના સ્વાસ્થ્યની ચિંતા કરી છે.

દરરોજ મહાનગરમાં ગંદકી ઉપાડી નગરને સ્વચ્છ રાખવામાં જેમનો અમૂલ્ય ફાળો છે તેવા દરેક કામદારોના આરોગ્ય સંબધે મહાનગરપાલિકાના કમિશનર જી.એચ. સોલંકીએ ચિંતા વ્યક્ત કરી છે અને તમામને હિટસ્ટ્રોકથી બચવા માટેઇજીનું વિતરણ કર્યું હતું અને આ હિટસ્ટ્રોકથી કેવી રીતે બચી શકાય તે વિશે સમજૂતી પણ આપી હતી

નડિયાદ મહાનગરપાલિકામાં હાલમાં કાર્યરત ૨૮૪ જેટલા સફાઈ કામદારો નડિયાદને સ્વચ્છ રાખવા દિવસ, રાત ખડે પગે મહેનત કરી રહ્યા છે. કમિશ્નર જી.એચ?.સોલંકી, ડેપ્યુટી કમિશનર રૂદ્રેશભાઈ હુદડ અને મહાનગરપાલિકાના હેલ્થ ઓફિસર પ્રેરણા ગ્વાલાનીએ આ સફાઈ કામદારોના સ્વાસ્થ્ય સંબંધે ચિંતા વ્યક્ત કરી તેઓના વ્હારે આવ્યા છે.

લૂ લાગે તેવો આકરો ધખધખતો તડકો સવારે ૮ વાગ્યાથી શરુ થઇ જાય છે. ત્યારે આવા તડકામાં સવારે નગરની સફાઈ કરતા આ કામદારો હિટસ્ટ્રોકનો ભોગ ન બને તેની વિશેષ કાળજી મહાનગરપાલિકા તંત્ર દ્વારા રાખવામાં આવી છે અને આજે મંગળવારે નડિયાદ શહેરના ખેતા તળાવ ખાતે તમામ કામદારોનેઇજીનું વિતરણ કર્યું હતું.

આ પ્રસંગે કમિશ્નર જી.એચ.સોલંકી, ડેપ્યુટી કમિશનર રૂદ્રેશભાઈ હુદડ અને મહાનગરપાલિકાના હેલ્થ ઓફિસર પ્રેરણા ગ્વાલાની, મહાનગરપાલિકાના ચીફ સેનેટરી અધિકારી મયંક દેસાઈ, મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રજ્ઞેશભાઈ પટેલ અને આ સંસ્થાના સભ્યો તેમજ વેપારી મંડળના મીહીરભાઈ સુખડીયા અને તેમની ટીમ ખાસ હાજર રહી એનર્જી ડ્રીંક સફાઈ કામદારોનો રસપાન કરાવ્યું હતું.

મહત્વનું છે કે, આ સફાઈ કામદારો આકરી ગરમીમાં પણ પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક અને ખંતથી બજાવી નગરનો કચરો ઉપાડી શહેરને સ્વચ્છ રાખે છે ત્યારે સામે દરેક નાગરિકની ફરજ છે શહેરને સ્વચ્છ રાખે પોતાની જવાબદારી સ્વીકારી નગરને સ્વચ્છ રાખવા મહાનગરપાલિકા દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.