Western Times News

Gujarati News

આતંકવાદનો સફાયો, ઘુસણખોરી અટકાવવા અમિત શાહનો હુંકાર

File

શ્રીનગર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજભવન ખાતે યુનિફાઇડ હેડક્વાર્ટરની ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવા અને સરહદ પારથી ઘૂસણખોરી દૂર કરવા પર ભાર મૂક્યો હતો.

કેન્દ્રશાસિત પ્રદેશમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્‌સની સમીક્ષા કર્યા પછી તેમણે સુરક્ષા પરિસ્થિતિ પર બેઠકની અધ્યક્ષતા કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રીએ સરહદ પારથી શૂન્ય ઘૂસણખોરી અને અંતરિયાળ વિસ્તારોમાં આતંકવાદીઓ માટે શૂન્ય સહિષ્ણુતા સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યો હતો. ગૃહમંત્રીએ આગામી ઉનાળાના મહિનાઓ માટે તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી.

તે દરમિયાન અમરનાથ યાત્રા શરૂ થશે અને કેન્દ્રશાસિત પ્રદેશમાં પર્યટન ચરમસીમાએ પહોંચશે.ગૃહમંત્રી અમિત શાહ રવિવારે ત્રણ દિવસની મુલાકાત માટે જમ્મુ અને કાશ્મીર પહોંચ્યા હતા.

દિવસની શરૂઆતમાં તેમણે અહીં એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્‌સની પ્રગતિની સમીક્ષા કરી હતી જેમાં ઉપરાજ્યપાલ મનોજ સિંહા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા હાજર રહ્યા હતા.જમ્મુની મુલાકાત દરમિયાન અમિત શાહ જમ્મુ અને કાશ્મીર પોલીસના નાયબ એસપી શહીદ હુમાયુ ભટના પરિવારને મળવા ગયા હતા. ગૃહમંત્રીએ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

તેઓ હુમાયુના પિતા નિવૃત્ત આઈજીપી ગુલામ હસન ભટ સાથે લગભગ ૨૦ મિનિટ રહ્યા હતા. તેમણે શહીદ પોલીસ અધિકારીના પત્ની ફાતિમાને પણ સંવેદના પાઠવીને અધિકારીના ૨૦ મહિનાના બાળકને આશીર્વાદ આપ્યા હતા. એટલું જ નહીં, અમિત શાહે કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓ સામે લડતા શહીદ થયેલા ચાર પોલીસકર્મીઓના પરિવારોને મળ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.