ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભામાં પી. ચિદમ્બરમની તબિયત બગડી

અમદાવાદ, અમદાવાદમાં બે દિવસીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન યોજાયું છે. અમદાવાદના સરકાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકમાં આયોજિત બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટી સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધી, લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, મહાસચિવ જયરામ રમેશ, મુકુલ વાસનિક, પી. ચિદમ્બરમ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને કેટલાક અન્ય વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતા.
આ રાષ્ટ્રીય અધિવેશનની ઈવેન્ટમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રાર્થના સભામાં પી. ચિદમ્બરમની તબિયત બગડી હોવાની માહિતી મળી રહી છે.
રાજ્યસભા સાંસદ પી. ચિદમ્બરમ સાબરમતી આશ્રમમાં ગરમીને કારણે બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તાત્કાલિક તેમને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં સાબરમતી વિસ્તારમાં આવેલા ગાંધી આશ્રમમાં કાર્યક્રમ દરમિયાન તેઓ ૧૨મી લાઈનમાં બેઠા હતા. જો કે, તેમની તબિયત અચાનક લથડતાં સભામાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.SS1MS