અમારી ઇન્ડસ્ટ્રીમાં નેપો કિડ્ઝને બહુ ગ્લોરીફાય કરવામાં આવે છે: નીલ નિતિન મુકેશ

મુંબઈ, નેપોટીઝમની ચર્ચા બોલિવૂડમાં શરૂ થઈ ત્યાર પહેલાંથી નીલ નિતિન મુકેશ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છે. ત્યારે તાજેતરમાં તેણે નેપોટીઝમ મુદ્દે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેણે કહ્યું હતું કે કોઈ પણ કલાકારની સફળતા તેના ટેલેન્ટ પર આધારીત હોય છે.
નીલે એએનઆઈને આપેલા એક ઇન્ટરવ્યુમાં નેપોટીઝમ વિશે વાત કરતા જણાવ્યું, “જો નેપોટીઝમનો કોઈ ફાયદો થતો હોત તો હું કોઈ અલગ જગ્યાએ હોત. માફ કરજો પણ જુઓ, નેપો કિડ્ઝને અમારી ઇન્ડસ્ટ્રીમાં બહુ ગ્લોરીફાય કરવામાં આવે છે. એક કલાકાર તરીકે અમે જે પણ કરીએ તેને નેપોકિડ ગણીને ગ્લોરીફાય કરી દેવાય છે. અણે જે કંઈ કરીએ એ તરત જ ધ્યાનમાં આવી જાય છે.
જો ડોક્ટરનો દિકરો ડોક્ટર બને તો ત્યાં પણ નેપોટીઝમ લાગુ પડવું જોઈએ. જો મારી દિકરી મોટી થઈને એક્ટર, ફિલ્મમેકર કે લેખક બનવા માગતી હોય તો, હવે મારામાં એ કળા છે, મારી અંદર છે.
એક બિઝનેસ તરીકે હું એને સોંપી ન શકું. હું માત્ર એને શીખવી શકું અને આશા રાખી શકું કે કોઈ મારો વારસો આગળ વધારશે, મારું નામ આગળ વધારશે.”નીલે આગળ જણાવ્યું, “હું મુકેશજીનો પૌત્ર છું, હું નીલ નિતિન મુકેશનો દિકરો છું, હું ત્રીજી પેઢી છું અને હું એ બંનેનો વારસો આગળ વધારી રહ્યો છું.
મારો પ્રેમ એક્ટિંગ માટે હતો અને એ હું બાળપણથી કરતો આવ્યો છું. તેથી મારે આ ફિલ્ડમાં આવવું જ હતું. મારા દાદા અને પિતા બિલકુલ આ ક્ષેત્રમાં હતા. આ જ મારી દુનિયા છે. પરંતુ આજે પણ હું જાણું છું કે દરેક ફિલ્મ પછી મારો શું સંઘર્ષ રહ્યો છે? ઊલટું કોઈ સ્ટારના સંતાન હોવામાં વધારે પ્રેશર હોય છે, કારણ કે તેમની સતત સરખામણી થયા કરે છે.”
કાર્તિક આર્યન, રાજકુમાર રાવ અને વિક્રાંત મેસ્સીનું ઉદાહરણ આપતા નીલે કહ્યું, “મને નથી લાગતું કે એમના કોઈ ફિલ્મી કનેક્શન કે ઓળખ હોય.
પણ જુઓ એ લોકો કેટલું આલા દર્જાનું કામ કરે છે, એમની ટેલેન્ટના કારણે. એટલે મને ખ્યાલ છે કે એક કલાકાર તરીકે મારે ઘણા સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે. સૌથી પહેલાં તો લોકોને એ બાબતે સહમત કરવામાં કે એક ગાયકનો દિકરો અભિનેતા થઈ શકે છે. આજે પણ, આટલી બધી ફિલ્મ કર્યા પછી પણ વીસ વર્ષે પણ મારે મહેનત કરવી જ પડે છે.
મેં બહુ સારા ડિરેક્ટર્સ સાથે પણ કામ કર્યું છે. છતાં મારે એક પછી બીજી ફિલ્મ મેળવવા સંઘર્ષ કરવો પડે છે. તેથી મને તેનો ડર નથી. હું એને મારી જાતને એક્ટર તરીકે સાબિત કરવાના પડકાર તરીકે જોઉં છું. જો નેપોકિડ હોવાથી કામ મળતું હોત તો મને ઘણા લાભ થયા હોત.”SS1MS