રજનીકાંતની ‘કૂલી’ અને રિતિક-જુનિયર એનટીઆરની ‘વાર’ વચ્ચે ટક્કર નિશ્ચિત

મુંબઈ, થલાઇવા રજનીકાંતની ફિલ્મ ‘કૂલી’ સ્વતંત્રતા દિવસે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના મેકર્સ દ્વારા ઓફિશિયલી હવે તારીખ જાહેર કરી દેવાઈ છે, તેમણે આ ફિલ્મ ૧૪ ઓગસ્ટે રિલીઝ થશે એવી જાહેરાત કરી દીધી છે.ફિલ્મનું નવું પોસ્ટર સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું છે, તેની પોસ્ટની કૅપ્શનમાં લખાયું હતું, “સાઉડ-આહ યેથુ! દેવા વરારુ કૂલી વર્લ્ડ વાઇડ ૧૪ ઓગસ્ટથી.”
તેથી તેની હવે રિતિક રોશન અને જુનિયર એનટીઆરની ફિલ્મ ‘વાર’ સાથે ટક્કર નિશ્ચિત છે. રજનીકાંતની એક્શન ફિલ્મ કૂલી લોકેશ કનગરાજ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.
જેમાં રજનીકાંત નેગેટિવ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં રજનીકાંત ઉપરાંત નાગાર્જુન અક્કિનેની, ઉપેન્દ્ર રાવ, શ્›તિ હસન, સથ્યરાજ, સૌબિન શાહિર જેવા જાણીતા કલાકારો મહત્વના રોલમાં છે. આમિર ખાન પણ આ ફિલ્મમાં કેમિયો કરી રહ્યો હોવાના અહેવાલો છે. બીજી તરફ જો વારની વાત કરવામાં આવે તો જૂનિયર એનટીઆર અન રિતિક રોશનની આ ફિલ્મ ૧૫ ઓગસ્ટે રિલીઝ થવાની છે.
આયાન મુખર્જીએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં રિતિક ફરી એક વાર મેજર કબીર ધાલીવાલના રોલમાં જોવા મળશે, જે વધુ એક વખત દેશને ખતરમાંથી બચાવવા જીવના જોખમે લડશે.
આ ફિલ્મમાં જુનિયર એનટીઆર મુખ્ય વિલનના રોલમાં જોવા મળશે, તેનાથી ‘આરઆરઆર’નો આ સુપરસ્ટાર વાયઆરએફના સ્પાય યુનિવર્સમાં ડેબ્યુ કરશે.
આ ફિલ્મમાં રિતિક સાથે કિઆરા અડવાણીની જોડી જોવા મળશે.રજનીકાંત હાલ તેમની ‘જેલર ૨’ના શૂટિંગમાં વ્યસ્ત છે, આ ૨૦૨૨૩માં આવેલી જેલરનો જ બીજો ભાગ છે. જે નેલ્સન દીલિપકુમાર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. જોકે, આ ફિલ્મની બાકીની કાસ્ટ વિશે હજુ કોઈ જાહેરાત કરવામાં આવી નથી.SS1MS