ટાઈમ ટ્રાવેલ પર આધારિત ફિલ્મ ક્રિશ ૪’માં ઋતિક ટ્રિપલ રોલ ભજવશે

મુંબઈ, ‘ક્રિશ ૪’ ની જાહેરાત થઈ ત્યારથી ચાહકો ખૂબ જ ખુશ છે. ‘ક્રિશ ૪’નું દિગ્દર્શન રાકેશ રોશનના બદલે પુત્ર ઋતિક કરશે. તે અભિનય પણ કરશે અને ચાહકો આનાથી દિવાના થઈ ગયા છે. હવે તેઓ આ સુપરહીરો ફિલ્મના દરેક અપડેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ દરમિયાન, ઋતિક રોશનની ભૂમિકા અને ‘ક્રિશ ૪’ ના ખ્યાલ અંગે એક મોટી અપડેટ આવી છે.એક અહેવાલ મુજબ, ફિલ્મ ‘ક્રિશ ૪’ ની વાર્તા ‘એવેન્જર્સઃ ઇન્ફિનિટી વોર’ અને ‘એવેન્જર્સઃ એન્ડગેમ‘ થી પ્રેરિત હશે.
ફિલ્મની વાર્તા સમય યાત્રા પર આધારિત હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે ઋતિક રોશન ટ્રિપલ રોલમાં હશે, અને પ્રીતિ ઝિન્ટા પણ એક મહત્વપૂર્ણ રોલમાં હશે. એ વાત જાણીતી છે કે ‘કોઈ મિલ ગયા’માં ઋતિકનો સિંગલ રોલ હતો, જ્યારે ‘ક્રિશ ૨’ અને ‘ક્રિશ ૩’માં તે ડબલ રોલમાં જોવા મળ્યો હતો.રિપોર્ટ અનુસાર, એક સૂત્રએ જણાવ્યું કે ‘ક્રિશ ૪’ માટે નિર્માતાઓની યોજના શું છે.
તેમણે ખુલાસો કર્યાે કે ‘ક્રિશ’ને અલગ અલગ સમયમર્યાદામાં આગળ વધારવામાં આવશે. આ એક સમય યાત્રા વાર્તા હશે, જેમાં ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની ઘટનાઓ જોડાયેલી હશે.
સૂત્રના જણાવ્યા અનુસાર, ફિલ્મમાં પારિવારિક વાર્તા અને સંબંધો પણ બતાવવામાં આવશે.એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રીતિ ઝિન્ટા પણ ‘ક્રિશ ૪’ માં પરત ફરશે જે ‘કોઈ મિલ ગયા’ થી ફ્રન્ચાઇઝી સાથે સંકળાયેલી છે. આ ઉપરાંત, રેખા અને પ્રિયંકા ચોપરા પણ તેમાં પાછા ફરશે. પ્રિયંકા ‘ક્રિશ’, ‘ક્રિશ ૨’ અને ‘ક્રિશ ૩’નો ભાગ રહી છે, જ્યારે રેખા પહેલા ભાગથી જ આ ફ્રેન્ચાઇઝી સાથે સંકળાયેલી છે.
એવા અહેવાલો છે કે વિવેક ઓબેરોય પણ આ ફિલ્મમાં હશે. તેમણે ‘ક્રિશ ૩’ માં ખલનાયકની ભૂમિકા ભજવી હતી. જો આવું થશે, તો ફરી એકવાર આપણે ઋતિક રોશન અને વિવેક ઓબેરોય વચ્ચે ટક્કર જોવા મળશે.SS1MS