Western Times News

Gujarati News

માધવપુરનો મેળો ભવ્ય સાંસ્કૃતિક વિરાસતને સંવર્ધનના સંકલ્પનો પણ અવસર છે: રાજ્યપાલ

એક ભારતશ્રેષ્ઠ ભારતના ઉદ્દેશ્યને સાકાર કરતા માધવપુર ઘેડના મેળામાં ગુજરાતના અને અરુણાચલ પ્રદેશના રાજ્યપાલશ્રી સહભાગી બન્યાં-કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી શ્રી ગજેન્દ્રસિંઘ શેખાવતની પણ પ્રેરક ઉપસ્થિતિ

આંતરરાષ્ટ્રીય માધવપુર નો મેળો આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ અંકિત થશે: -કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંઘ શેખાવત

ઉત્તર પૂર્વીય રાજ્ય અને ગુજરાતના ૧૬૦૦ કલાકારોએ એક સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો : લોકો થયા મંત્રમુગ્ધ

               ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી કૈવલ્ય ત્રિવિક્રમ પરનાયક એક ભારતશ્રેષ્ઠ ભારતના ઉદ્દેશ્યને સાકાર કરતા માધવપુર ઘેડના મેળામાં ભગવાન શ્રી કૃષ્ણના લગ્નના દિવસે સહભાગી બન્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી શ્રી ગજેન્દ્રસિંઘ શેખાવતની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

               આ મહાનુભાવોએ ભારતની વૈવિધ્યસભર સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા ઉત્તર પૂર્વીય રાજ્ય અને ગુજરાતના ૧૬૦૦ કલાકારોએ એક સાથે પ્રસ્તુતિ આપતા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળ્યો હતો.

               રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કેપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ  સંકલ્પ સાથે આ માધવપુરના મેળાનો ૨૦૧૮માં ભવ્યતા સાથે પ્રારંભ કરાવ્યો હતોતે આજે નિશ્ચિતરૂપથી આંતરરાષ્ટ્રીય મેળો બનવા તરફ આગળ વધી રહ્યો છેઆ મેળો માત્ર મનોરંજન પુરતો સીમિત નથી પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય સ્વરૂપ અને ગીતા જ્ઞાનમાંથી માનવ જીવનને સાર્થક બનાવવા માટે પ્રેરણા આપે છે. આ મેળો ભવ્ય સાંસ્કૃતિક વિરાસતને આવનારી પેઢી અને પોતાના માટે સંવર્ધન કરવા માટે સંકલ્પ કરવાનો પણ અવસર છે.     

               રાજ્યપાલશ્રીએ સગૌરવ એમ પણ કહ્યું કેભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીરામ આપણી સંસ્કૃતિ જ્યોતિર્ધર છે અને દેશને મર્યાદા પુરુષોત્તમ રામ અને કૃષ્ણ જેવા યોગી સંતાનો મળે તે રાષ્ટ્રની સૌથી મોટી પુંજી છે અને ભાવિ પેઢી સંસ્કારવાન ઉપરાંત સંસ્કૃતિ સભ્યતાપરંપરાથી અને  જોડાયેલી હશે તો ઘર પરિવારસમાજ અને રાષ્ટ્ર મજબૂત અને શ્રેષ્ઠ બનશે.

               પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ આ માધવપુરનો વિશાળ ફલક આપીને અતીત ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતથી લોકોને જોડવા માટેનો પણ આ મેળો માધ્યમ બન્યો છે. તેમણે આપણી સંસ્કૃતિના વાહકરૂપ પ્રાચીન ગ્રંથોનો અભ્યાસ કરવા માટે પણ પ્રેરણા પૂરી પાડી હતી.

               આઝાદી કાળે ભારત વિખૂટુ અને વિખરાયેલું હતુંતેને ગુજરાતની પાવન ધરાના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એક તાતણે બાંધી દેશને અખંડ બનાવ્યો હતો. તેનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.

               અરુણાચલ પ્રદેશના રાજ્યપાલશ્રી અને સેવાનિવૃત લેફ્ટનન્ટ જનરલશ્રી કૈવલ્ય ત્રિવિક્રમ પરનાયકે જણાવ્યું હતું કેભગવાનશ્રી કૃષ્ણ અને માતા રુકમણીજીના વિવાહ પર્વમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો તે મારા માટે ગૌરવની વાત છે. માધવપુરનો મેળો ધાર્મિકસાહિત્યિક અને જનજાતિ પરંપરાનું મિશ્રણ છેજે ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુકમણીજીના પ્રેમ અને સાંસ્કૃતિક એકતાનું પ્રમાણ છે. આ પહેલ એક ભારત શ્રેષ્ઠ ભારતના આદર્શને ઉજાગર કરે છે. દર વર્ષે યોજાતો આ મેળો આપસમાં પ્રેમ અને સદભાવના સાથે યોજાય છે.

               વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને સખત પરિશ્રમના પરિણામે દરેક પ્રદેશના રાજ્ય દિવસ ઉજવવાની પહેલ કરી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં આદર્શો અને દેશભાવના શ્રીકૃષ્ણનાં કર્મયોગનું પ્રતીક છેતેમની આ દીર્ઘદ્રષ્ટિ રાષ્ટ્રીય એકતાને મજબૂત કરે છે. આ તકે તેઓ એ ભગવાનશ્રી કૃષ્ણ અને માતા રુકમણીનાં વિવાહની  પૌરાણીક કથા જણાવી આજે અરુણાચલ પ્રદેશથી દ્વારકાના ભગવાન શ્રીકૃષ્ણની યાત્રાના દર્શન કરવાનો પણ અવસર છે.

               માધવપુર મેળામાં ખાસ ઉપસ્થિત રહેલા સંસ્કૃતિ અને પર્યટન મંત્રીશ્રી ગજેન્દ્રસિંધ શેખાવતે કહ્યું હતું કેમાધવપુર-ઘેડનો આ મેળો વાર્ષિક સાંસ્કૃતિક સમાગમનું પ્રતિક છેજેની કલ્પના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૮ માં કરી હતી. છેલ્લા આઠ વર્ષમાં માધવપુરના મેળાએ જે વિશાળતા અને ભવ્યતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણ મુજબ ગુજરાત સરકારે પુરુષાર્થપ્રયાસ અને પ્રયત્નો પૂરતા પ્રમાણમાં કર્યા છે. આ ભવ્ય આયોજન માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની ટીમને હું બિરદાવું છું.

               આ મેળો વાર્ષિક સાંસ્કૃતિક સમાગમની સાથે શ્રીકૃષ્ણ અને-રુકમણીના મિલનના અવસરની સાથે સાથે ગુજરાત અને ઉત્તરપૂર્વીય ભારતના સાંસ્કૃતિક મિલનનું પ્રમાણ છે. આ મેળો સાંસ્કૃતિક વિરાસત અને સભ્યતાનું જીવંત પ્રતીક છે જેમાં સહભાગી થવાનું મને અવસર મળ્યો તે મારા માટે સૌભાગ્યની વાત છે. તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

               મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કેમાધવપુર-ઘેડની પવિત્ર ધરતી સદીઓથી સંસ્કૃતિના સમાગમની ધરતી રહી છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જ નહીં પણ માનવીય એકતા ભાઈચારાનું અને સાંસ્કૃતિક વિવિધતાનું શ્રેષ્ઠ ઉદાહરણ અહીં જોવા મળે છે. આ મેળાની ભવ્યતા દિવ્યતા બદલાતા ભારતનું સ્વરૂપની સાથે સાથે વિકસિત ભારતના સ્વરૂપ પણ દિશા દર્શન કરે છે.

               વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિવિધતામાં એકતાની તાકાતને લઈને વિકસિત ભારત બનાવવાનો દ્રઢ નિશ્ચય કર્યો છે ત્યારે વડાપ્રધાન શ્રી એ રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક ધરોહરના રક્ષણ પર વધુ ભાર મૂક્યો છે. આપણી એકતા જ આપણી શ્રેષ્ઠતાનું કારક છે. મેળાનો વિસ્તાર થાય તે જ રીતે આ મેળો સૌથી વધુ ભવ્ય રીતે બન્યો છે અને આવનારા સમયમાં માધવપુરનો મેળો આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉત્સવ બનીને દેશની સંસ્કૃતિને ઉજાગર કરશે તેવી શુભેચ્છા મંત્રીશ્રીએ પાઠવી હતી.

               ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ શ્રી રમેશ મેરજાએ મહાનુભાવોને આવકારી સ્વાગત પ્રવચન ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫ના માધવપુર મેળામાં કરવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમની વિગતો આપી એક ભારતશ્રેષ્ઠ ભારતની થીમ પર મેળાની દિવ્યતા અને ભવ્યતાની માહિતી આપી હતી.

               આ પ્રસંગે ગુજરાત અને અરૂણાચલ પ્રદેશના લેડી ગવર્નરશ્રીજિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઈ પરમારધારાસભ્ય સર્વ શ્રી ભગવાનજીભાઈ કરગઠીયાઅર્જુનભાઈ મોઢવાડિયાસંજયભાઈ કોરડીયાપૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયાકલેક્ટર શ્રી એસ.ડી ધાનાણીજિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. બી.ચૌધરીઅધિક કલેકટર શ્રી જે. બી. વદર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.