Western Times News

Gujarati News

1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા નાયબ મામલતદાર અને પટાવાળો

(પ્રતિનિધિ) ગોધરા, મામલતદાર કચેરી ગોધરા ગ્રામ્યના નાયબ મામલતદાર ઇ ધરા અને આઉટ સોર્સ પટાવાળા પ્રાંત કચેરી,આર.ટી.એસ.શાખા,ગોધરા ના કુલ બે કર્મચારીઓ રૂ.૧ લાખની ગોધરાની નાલંદા સ્કૂલ પાસે, પોદ્દાર સ્કૂલના કમ્પાઉન્ડમાં લાંચ લેતા મહીસાગર એ.સી.બી.ના હાથે આબાદ ઝડપાઈ જવા પામ્યા છે.
મહીસાગર એ.સી.બી.ને એક જાગૃત નાગરીક ધ્વારા ફરિયાદ કરવામાં આવી હતી

કે આરોપી મોહમંદનઇમ મોહમંદસાદીક રાણાવડીયા ઉ.વ.૩૪ નાયબ મામલતદાર ઇ-ધરા, મામલતદાર કચેરી ગોધરા ગ્રામ્ય ( હાલ પ્રતિનીયુક્તીથી પ્રાંત કચેરી ગોધરા ખાતે) ,ગોધરા જી.પંચમહાલ વર્ગ–૩ હાલ રહે.૨૭/એ મન્સુરી સોસાયટી ગોધરા,મુળ રહે. ગુલઝાર ફળી ,મોટી વ્હોરવાડ તા.હિંમતનગર જી.સાબરકાઠા અને ગણપતભાઇ કાન્તીભાઇ પટેલ ઉવ.૩૦ આઉટસોર્સ પટ્ટાવાળા પ્રાન્ત કચેરી,

આર.ટી.એસ. શાખા ગોધરા જી.પંચમહાલ હાલ રહે.ગદુકપુર તા.ગોધરા,જી.પંચમહાલ ધ્વારા ફરીયાદીએ તેઓના ભાગીદારના નામે જમીન ખરીદી હતી. જે જમીનમાં વધારાના નામો હોવાથી કૌટુંબિક હક્ક કમી કરવા માટે મામલતદાર કચેરી ગોધરા ખાતે ઇ ધરા શાખામાં કાચી નોંધ પાડવામાં આવેલ. જે નોંધ પડતા જમીનના સાતબાર આઠ અ માના એક ખાતેદારે વાંધા અરજી કરી હતી.

જેથી મામલતદાર કચેરી ગોધરા ખાતેથી પ્રાંત કચેરી ગોધરા ખાતે મોકલતા પ્રાંત કચેરી ગોધરા ખાતેથી જમીનના માલિકને નોટીસ મોકલતા ફરીયાદીએ પ્રાંત કચેરી ખાતેથી આવેલ નોટીસનો જવાબ રજુ કરેલ બાદ ફરીયાદી આરોપી મોહમંદનઇમ મોહમંદસાદીક રાણાવડીયા ને મળતા આરોપીએ સૌ પ્રથમ ફરીયાદી પાસે રૂપિયા ૨,૫૦,૦૦૦ ની માંગણી કરી હતી. રકઝકના અંતે રૂપિયા ૧,૦૦,૦૦૦ આપવાનો વાયદો થયો હતો.

જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ ફરિયાદીએ એ.સી.બી. ટોલ ફ્રી નંબર ઉપર ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી મોહમંદનઇમ મોહમંદસાદીક રાણાવડીયા એ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૧,૦૦,૦૦૦ ની લાંચના નાણાં આરોપી ગણપતભાઇ કાન્તીભાઇ પટેલ ધ્વારા પંચ ની હાજરીમા સ્વીકારી લાંચના નાણા સ્વીકાર્યા અંગે આરોપી મોહમદનઇમ મોહમદસાદિક રાણાવડિયાએ આરોપી ગણપતભાઈ કાંતિભાઈ પટેલ સાથે વાતચીત કરી પકડાઇ જઇ ગુનો કર્યો હતો.

એસીબીની ટીમે મન્સૂરી સોસાયટીમાં આવેલા નાયબ મામલતદારના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.તપાસ દરમિયાન એસીબીએ ૮૦,૦૦૦ રૂપિયાની મિલકતની ઇન્વેન્ટરી તૈયાર કરી છે. દાહોદના પોલીસ ઇન્સ્પેક્ટર બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે.

આ કેસમાં એસીબી દ્વારા વધુ તપાસ ચાલી રહી છે. આ સફળ ટ્રેપ એમ.એમ.તેજોત,પો.ઈન્સ. મહીસાગર એ.સી.બી. પો.સ્ટે. તેમજ સુપરવિઝન અધિકારી બી.એમ.પટેલ મદદનીશ નિયામક, એ.સી.બી. પંચમહાલ ધ્વારા કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.