શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને ઠગાઇ કરતી ટોળકીના ૪ની દિલ્હીથી ધરપકડ

વડોદરા, વડોદરા સાયબર ક્રાઇમને પણ આવીજ એક ફરીયાદ મળી હતી. જેની તપાસ કરતા રેલો દિલ્હી સુધી પહોંચ્યો હતો. જ્યાં વડોદરા સાયબર ક્રાઇમે છેલ્લા ઘણા દિવસોથી ડેરો નાખી તપાસ ચલાવી આખરે સાયબર ળોડ કરતી ટોળકીના ચાર સાગરીતોને ઝડપી પાડવામામં સફળતા મળી હતી.વડોદરા સાયબર ક્રાઇમમાં એક ફરીયાદ નોંધાઇ હતી.
જેમાં ફરીયાદીને એક વ્હોટએપ ગૃપમાં જોડવામાં આવ્યાં હતા. આ ગૃપમાં શરે માર્કેટમાં રોકાણ અંગેની ટીપ્સ આપવામાં આવતી હતી. ત્યારબાદ તેઓને બનાવટી એપ્લિકેશન પર રજીસ્ટ્રેશન કરાવી, શરૂઆતમાં ટ્રેડીંગ મારફતે બનાવટી એપ્લિકેશનમાં નફો બતાવવામાં આવતો હતો.
નફો બતાવી વિશ્વાસ કેળવ્યા બાદ તેઓ પાસેથી વધુ રોકાણ કરાવી એપ્લિકેશન મારફતે આઇ.પી.ઓ એલોટમેન્ટ લાગ્યો હોવાની માહિતી પુરી પાડવામાં આવતી હતી.
આમ જુદી જુદી કંપનીના શેર ખરીદવા તેમજ આઇ.પી.ઓ ખરીદવાના બહાને રૂ. ૧૫,૭૦,૦૦૧ની રકમ અલગ અલગ બેન્ક ખાતામાં ભરાવી રૂ. ૨ લાખ તેઓના બેન્ક ખાતામાં પરત જમા કરાવી વિશ્વાસમાં લઇ બાકીના નાણા પરત ન કરી રૂ. ૧૩,૭૦,૦૦૧ની નાણાકીય છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવી હતી.
જેથી વડોદરા સાયબર ક્રાઇમની ટીમ ટેકનિકલ સોર્સ મારફતે તપાસ શરૂ કરતા દિલ્હી કનેક્શન બહાર આવ્યું હતુ. જેથી વડોદરા સાયબર ક્રાઇમની એક ટીમ છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમા ધામા નાખી તપાસનો દોર ચલાવ્યો હતો.
તેવામાં આખરે સાયબર ક્રાઇમને ળોડ કરતી ટોળકીના ચાર સાગરીતો અર્પિતકુમાર વિજય ચૌધરી ઉ.વર્ષ-૨૪ (રહે. ઉત્તમનગર, દિલ્હી), દિપક નરેશ ઠાકુર ઉ.વર્ષ-૨૪ (ઉત્તમનદર, દિલ્હી), મોહીત તેજપાલસિંહ મધ્યાન ઉ. વર્ષ-૩૧ (નઝફગઢ, દિલ્હી) અને રાહુલ રાજેશ દલાલ ઉ.વર્ષ-૨૪ (રહે. બહાદુરગઢ, હરિયાણા)નાઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
સાયબર ક્રાઇમની ટીમ આ ચારેય પાસેથી રોકડા રૂ. ૫,૫૦,૦૦૦, ૨૪ ચેકબુક, ૫ લેપટોપ અને ૨૪ મોબાઇલ તેમજ ડેબિડ કાર્ડ, વિવિધ કંપનીઓના ૧૧ સ્ટેમ્પ કબજે કર્યા હતા. આરોપીઓ પાસેથી મળી આવેલી ચેકબુકની પોલીસે તપાસ કરતા દ્ગઝ્રઝ્રઇઁ પોર્ટલ પર કૂલ ૭૬ ફરીયાદો નોંધાયેલી હોવાનું જાણવા મળ્યું હતુ.SS1MS