બાસ્કિન રોબિન્સે બાળકોની મનપસંદ સનડે રેન્જ ઇટાલિયન જીલેટો લોન્ચ કર્યો

- બ્રાન્ડે સ્વાદિષ્ટ સ્વાદમાં ઇટાલિયન જીલેટોસ લોન્ચ કર્યા છે અને બાળકોની પસંદિદા સનડે રેન્જનું વિસ્તરણ કર્યું છે- ભારતમાં પોતાને એક પ્રીમિયમ ડેઝર્ટ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય
મુંબઈ, 10 એપ્રિલ 2025 – બાસ્કિન રોબિન્સ, ભારત અને વિશ્વની સૌથી મોટી QSR આઈસ્ક્રીમ ચેઇન અને પ્રતિષ્ઠિત અમેરિકન આઈસ્ક્રીમ બ્રાન્ડે , ઉનાળાની સિઝન માટે તેની નવી ઇટાલિયન જીલેટો રેન્જના લોન્ચની જાહેરાત કરી છે.
આ લોન્ચ દ્વારા, બ્રાન્ડ ભારતમાં પોતાને એક પ્રીમિયમ ડેઝર્ટ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરવાની તેની સફર ચાલુ રાખવા અને તેની અવનવી ઓફર્સનો વિસ્તાર કરવાને તેમજ પરંપરાગત આઈસ્ક્રીમ રેન્જથી આગળ વધીને કંઇક અલગ અને વધુ આનંદદાયક રોમાન્ચ આપવાનો નિયમ આગળ વધારે છે. નાણાકીય વર્ષ 2025 માં, બાસ્કિન-રોબિન્સે તેમના દેખાવમાં ભારે વૃદ્ધિ નોંધાવી છે, તેમજ તેઓ આગામી વર્ષમાં એક નવો જ રેકોર્ડ કાયમ કરવા પર નજર રાખી રહ્યાં છે.
ઉનાળાની આ સિઝનમાં ખાસ નવી રેન્જ માટે, બાસ્કિન રોબિન્સ ઇન્ડિયાએ સંપૂર્ણપણે નવી ઇટાલિયન જીલેટો રેન્જ રજૂ કરી છે -જેમાં દાઢે વળગી જાય તેવા નવા સ્કૂપ ફ્લેવર્સ અને એક્ઝોટિક જીલેટોનો સમાવેશ થાય છે. તેઓએ બાળકો માટે જીલેટોની રેન્જમાં એક એડિશન કર્યુ છે તેને – પ્રિન્સેસ નાઇટ સનડેઝ નામ આપ્યુ છે.
નવી ઇટાલિયન જીલેટો રેન્જમાં સોફ્ટ ક્રીમી ટેક્સચર અને બોલ્ડ ઇન્ટેન્સ ફ્લેવર છે, દરેક – એક ઓથેન્ટિક ઇટાલિયન અનુભવ આપે છે. આ દરેક રેન્જમાં પ્રીમિયમ ઇન્ગ્રીડિયન્સથી બનેલા છે. ઇટાલિયન જીલેટો સ્વાદમાં ચોકલેટ અને રોસ્ટેડ હેઝલનટ, મેન્ગો, ક્રીમ અને બ્લુબેરી ચીઝકેક જીલેટો ઉપલબ્ધ છે.
જેને કોમ્પ્લિમેન્ટ કરવા માટે ઇટાલિયન જીલેટો છે, જે ઉત્કૃષ્ટ સાથીઓ અને તમારી પસંદના ટોપિંગ્સ અને લેયર્સ એડ કરાવી શકો છો – આ ઇનોવેશન ભરેલી રચના ઇટાલીને તમારા હૃદય સુધી પહોંચવાનો પાસપોર્ટ આપે છે. ઇટાલિયન જીલેટો સનડે ફ્લેવરમાં- બેરી મી ઇન ચીઝકેક, કોટન કેન્ડી વન્ડરલેન્ડ, સોલ્ટેડ કારામેલ અને બ્રાઉનીનો સમાવેશ થાય છે.