Western Times News

Gujarati News

″સહી પોષણ દેશ રોશન” અભિયાન હેઠળ વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં ૪૪ લાખથી વધુ મહિલાઓને પોષણ અપાયું

પ્રતિકાત્મક

રાજ્ય સરકાર કરી રહી છે સગર્ભા મહિલાઓના પોષણની દરકાર

મુખ્‍યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત છેલ્લાં એક વર્ષમાં પાંચ લાખથી વધુ લાભાર્થીઓને લાભ અપાયો

માતા અને બાળકના સ્વાસ્થ્યની કાળજીને સમજીને રાજ્ય સરકારે ગુજરાતમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અમલી બનાવી છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક મહત્વપૂર્ણ પહેલ છેજે સગર્ભા સ્ત્રીઓ અને ૨ વર્ષનું બાળક ધરાવતી માતાઓને પોષણયુક્ત આહાર પ્રદાન કરીને માતા અને બાળકના સ્વાસ્થ્યમાં સુધારો લાવવાના હેતુથી અમલી બનાવવામાં આવી છે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત વર્ષ દરમિયાન પાંચ લાખથી વધુ લાભાર્થીઓને પોષણ પૂરું પાડવામાં આવ્યું છે. જે માટે રાજ્ય સરકારે રૂ. ૩૫૪.૧૫ કરોડની નાણાકિય જોગવાઇ કરાઈ છે. માતા અને બાળકના સ્‍વાસ્‍થ્‍યમાં સુધારો કરવા માટે જીવનના પ્રથમ ૧૦૦૦ દિવસો પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવું આવશ્‍યક છે. જે ગર્ભધારણથી બાળકના બીજા જન્‍મદિવસ વચ્‍ચેનો એક અનન્‍ય સમયગાળો છે જે દરમિયાન શ્રેષ્ઠ સ્‍વાસ્‍થ્‍યવૃદ્ધિ અને સમગ્ર જીવનકાળમાં માનસિક વિકાસ સ્‍થાપિત થાય છે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના વર્ષ ૨૦૨૨થી અમલી બનાવવામાં આવી છે. જેમાં પ્રથમ ૧૦૦૦ દિવસને તકની પ્રથમ બારી ગણવામાં આવે છે. આ તબક્કા દરમિયાન માતાઓને તેમના વિકાસતા ગર્ભને અને ત્‍યારબાદ  સ્‍તનપાન કરાવવા માટે પ્રોટીનચરબી અને વિટામિન્‍સ જેવા વધુ પોષક તત્વોની જરૂર હોય છે.

આ યોજના હેઠળ પ્રથમ વખતની સગર્ભા અને ૨ વર્ષ સુધીના બાળકની આંગણવાડીમાં નોંધણી કરાવેલ માતાને લાભ મળે છે. જેમાં લાભાર્થીને ૨ કિલો ચણા૧ કિલો તુવેરદાળ અને ૧ લિટર સિંગતેલ દરમાસે આપવામાં આવે છે.  આ પોષક તત્વોથી ભરપૂર ખોરાક માતા અને બાળકના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટે મહત્વપૂર્ણ છે.

 વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળસમગ્ર દેશમાં શરૂ કરેલ રાષ્ટ્રીય પોષણ અભિયાનનો નિશ્ચિત ધ્યેય હાંસલ કરવાની દિશામાં ગુજરાત સરકાર જન્મથી ૬ વર્ષના  બાળકોકિશોરીઓસગર્ભા અને ધાત્રીમાતાઓ માટે પૌષ્ટીક આહાર પુરો પાડવા માટે  સહી પોષણ દેશ રોશન” નાં આહવાહનને ચરીતાર્થ કરવા વર્ષ ૨૦૨૪૨૦૨૫માં ૪૪ લાખથી વધુ લાભાર્થીઓને લાભ અપાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કેદર વર્ષે 11 એપ્રિલે રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ ઉજવવામાં આવે છે. આ ઉજવણીનો હેતુ મહિલાઓની માતૃત્વ સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો છે. વર્ષ 2003માં ભારત સરકારે 11મી એપ્રિલના રોજ રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.