પાણીનો કકળાટ: મહિલાઓએ ગોધરા પાલિકા કચેરી ખાતે રજૂઆત કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરમાં ભરઉનાળામાં પાણીનો કકળાટ યથાવત જોવા મળી રહ્યો છે.ગોધરા નગરપાલિકામાં સમાવિષ્ટ વોર્ડ નંબર ૮ ની સ્થાનિક મહિલાઓનો પાણી મામલે પાલિકા ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો. Godhra water crisis protes
ગોધરા શહેરમાં ઉનાળાની ધગધગતી ગરમીના માહોલમાં પાણીની સમસ્યા દર વર્ષે જાણે યથાવત રહેતી હોય તેમ શહેરના વોર્ડ નંબર ૮ વિસ્તારમાં પાણીના મુદ્દે મહિલાઓએ પાલિકા કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો. ગોધરા નગરપાલિકા કચેરીમાં પાણી મુદ્દે હોબાળો મચાવવાની સાથે મહીલાઓએ હલ્લાબોલ મચાવ્યો હતો.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર -૮ માં પાણીની સમસ્યા ને લઈને સ્થાનિક મહિલાઓએ પોતાનો રોષ ઠાલવ્યોં હતો.સ્થાનિકો દ્વારા પાણી મુદ્દે અવારનવાર પાલિકાના સત્તાધીશો ને રજૂઆતો કરવા છતા પાણીની સમસ્યા મુદ્દે કોઈ ઉકેલ ન આવ્યો હોવાનો સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો હતો.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાલિકા દ્વારા આપવામાં આવતું પાણી ન મળતું હોવાથી સ્થાનિકોની હાલત કફોડી બની છે.પાલિકાના સત્તાધીશો વહેલી તકે પાણીની સમસ્યાનો ઉકેલ લાવે અને અમને નિયમિત પાણી મળી રહે તેવી માંગ સ્થાનિક મહિલાઓ ધ્વારા કરવામાં આવી છે.