“ગુનેગારો સામે કડક કાર્યવાહી કરો” PM મોદી વારાણસી એરપોર્ટ પર જ અધિકારીઓેને સૂચના આપી

નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર જ જિલ્લામાં ગુનાની ઘટનાઓ પર કડક વલણ અપનાવ્યું
(એજન્સી) વારાણસી, શુક્રવારે વારાણસી પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર જ જિલ્લામાં ગુનાની ઘટનાઓ પર કડક વલણ અપનાવ્યું હતું. તેમણે પોતાના વલણ દ્વારા સ્પષ્ટ કર્યું કે હવે ગુના પ્રત્યે કોઈ ઢીલ આપવામાં આવશે નહીં.
Immediately upon landing in Varanasi, Prime Minister Narendra Modi received a detailed briefing from the Police Commissioner, Divisional Commissioner, and District Magistrate of Varanasi regarding the recent criminal rape incident in the city. He instructed them to take the strictest possible action against the culprits and to implement appropriate measures to prevent such incidents in the future.
આ તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીની ૫૦મી મુલાકાત હતી, પરંતુ આ વખતે તેમની પ્રાથમિકતા માત્ર વિકાસ પ્રોજેક્ટ્સ જ નહીં પરંતુ કાયદો અને વ્યવસ્થા પર નજર રાખવાની પણ હતી.
એરપોર્ટ પર પહોંચ્યા પછી, પીએમ મોદીએ શહેરમાં તાજેતરમાં બનેલી ગેંગરેપની ઘટના અંગે પોલીસ કમિશનર, ડિવિઝનલ કમિશનર અને જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી સંપૂર્ણ રિપોર્ટ માંગ્યો. ૧૯ વર્ષની છોકરી પર ૨૩ લોકો દ્વારા છ દિવસ સુધી કથિત ગેંગરેપના મામલાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે. આ જ કારણ છે કે પ્રધાનમંત્રીએ તાત્કાલિક એરપોર્ટ પર અધિકારીઓને બોલાવ્યા અને સ્પષ્ટ સૂચનાઓ આપી કે “ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે”.
આ પ્રસંગે પીએમ મોદીએ માત્ર શોક વ્યક્ત કરવાની સાથે સ્પષ્ટપણે કહ્યું કે આવી ઘટનાઓને રોકવા માટે સિસ્ટમમાં કયા ફેરફારોની જરૂર છે તેના પર તાત્કાલિક કામ શરૂ થવું જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે કાશી ફક્ત વિકાસનું પ્રતીક જ નહીં પરંતુ સુરક્ષા અને સુશાસનનું મોડેલ પણ બનશે.
ઉત્તર પ્રદેશ સરકારના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યો છે કે તપાસ ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને દોષિતોને વહેલી તકે સજા આપવામાં આવે. અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, અને અન્યની શોધ ચાલુ છે.
પોલીસનું કહેવું છે કે પીડિતાને નશીલી દવા પીવડાવીને અલગ અલગ હોટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેની પર વારંવાર બળાત્કાર થયો. આ ઘટના પર પીએમની સક્રિયતા દર્શાવે છે કે હવે શાસનના ઉચ્ચ સ્તર તરફથી ગુના સામે “ઝીરો ટોલરન્સ” ની નીતિ અપનાવવામાં આવી રહી છે.