તસ્કરોએ ઘરમાં પ્રવેશી ઈલેક્ટ્રીકના વાયરોના બંડલની ચોરી કરી

AI Image
ભરૂચના ચાવજ ગામે તસ્કરો ત્રાટક્યાંઃ લાખોની મત્તાની ચોરી-કબાટનું તાળું તોડી સોના – ચાંદીના દાગીના કિંમત ૧,૫૪,૮૦૦ ની કિંમતની ચોરી
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના ચાવજ ગામે તસ્કરોએ આંતક મચાવ્યો હોય તેમ એક કન્સ્ટ્રક્શનની બાંધકામ સાઈડ અને બે મકાનોની નિશાન બનાવી મોટી માતા ઉપર હાથ ફેરો કર્યો હોવાની ઘટના સામે આવતા સમગ્ર મામલો પોલીસને પહોંચતા ત્રણ લોકોની ચોરીની ઘટનાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ ગઈ છે અને અજાણ્યા તસ્કરોનું પગેરુ મેળવવાના પ્રયાસો પોલીસે કર્યા છે.
ભરૂચના ચાવજ ગામે શાંતિ રિયાલિટી કન્સ્ટ્રકશનનું બાંધકામ સ્કાય સિટી સાઈડ સાવજ ખાતે ચાલી રહ્યું છે અને ઓફિસની અંદર મુકેલા કબાટમાં તૃપ્તિ કંપની પ્લસ કોક નળના બોક્સ નંગ નવ એક બોક્સમાં બે નળ મળી કુલ ૧૮ નંગ કિંમત રૂપિયા ૨૭,૦૦૦ ની કોઈ અજાણ્યો તસ્કર ચોરી ગયો હોવાની ફરિયાદ પોલીસ કે નોંધાવા પામી છે.
ચાવજ ગામે વૃંદાવન વિલા સોસાયટી આવેલી છે જેમાં પાછળની સાઈડ મકાનની બાળી કોઈ સાધન વડે તોડી અજાણ્યા તસ્કરોએ ઘરમાં પ્રવેશી ઈલેક્ટ્રીકના વાયરોના બંડલ નંગ ૨૦ કિંમત રૂપિયા ૧,૪૧,૦૦૦ ની ચોરી થઈ હોય અને મકાનમાં વાયરીંગ કરવા માટે વાયરોના બંડલો લાવ્યા હોય
પરંતુ વાયરીંગ થાય તે પહેલા જ અજાણ્યા તસ્કરો વાયરોના બંડલો ચોરી ગયા હોય તેવી ઘટના સામે આવી છે સાથે નજીકમાં જ ક્રેડિટ એક્સિસ ગ્રામીણી ફાઇનાન્સ કંપનીની ઓફિસમાં પણ અજાણ્યા તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાની માહિતી સપાટી ઉપર આવી છે.
ચાવજ ગામની શ્યામ વિલાસ સોસાયટીમાં રહેતા આશાબેન પટેલના બંધ મકાનને પણ અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યા હોય તેમ મકાનના બેડરૂમમાં લગાવેલ સ્લાઈડર મારી કોઈ સાધન વડે ખોલી અજાણ્યા તસ્કરોએ ઘરમાં પ્રવેશી ફરિયાદીના બેડરૂમમાં મુકેલા તિજોરી કબાટનું તાળું તોડી તેમાંથી સોના – ચાંદીના દાગીના કિંમત ૧,૫૪,૮૦૦ ની કિંમતની ચોરી કરી અજાણ્યા તસ્કરો રફુચક્કર થઈ ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાય છે.