અરશદ વારસી, રિતેશ દેશમુખ સાથે અજય દેવગન ફરી ધમાલ મચાવશે

મુંબઈ, અજય દેવગનની ‘ગોલમાલ’ સિરીઝની જેમ ‘ધમાલ’ સિરીઝની ફિલ્મો પણ એટલી જ જાણીતી અને લોકપ્રિય છે. બોલિવૂડની લોકપ્રિય ફ્રેન્ચાઈઝીમાંની એક આ ફિલ્મના ૩ ભાગ પહેલાં આવી ચૂક્યા છે. હવે ફિલ્મની ટીમે ચોથા ભાગની જાહેરાત કરી છે. અજય દેવગને અચાનક જ પોતાના સોશિયલ મીડિયા પર ફિલ્મનું શૂટિંગ પૂરું થયાની જાહેરાત કરી છે. તેણે ટીમ સાથે ફિલ્મના સેટ પરથી તસવીર શેર કરી છે.
ગુરુવારે અજય દેવગને ‘ધમાલ ૪’ની ટીમની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં ફિલ્મના ડિરેક્ટર ઇન્દ્ર કુમાર, અજય દેવગન, રિતેશ દેશમુખ, અર્શદ વારસી, જાવેદ જાફરી, સંજય મિશ્રા, સંજીદા શેખ અને અંજલિ આનંદ દેખાય છે.આ ફોટોની કૅપ્શનમાં અજયે લખ્યું હતું, “એ ગાંડપણ ફરી એક વાર આવી રહ્યું છે. ધમાલ ૪ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે.
મનશેજ ઘાટનું શિડ્યુલ પુરું થી ગયું છે હવે મુંબઇનું શિડ્યુલ શરૂ થશે. હાસ્યનું વાવાઝોડું આવવા દો..”જેવી અજયે આ પોસ્ટ શેર કરી કે તેના ફૅન્સ ઉત્સાહમાં આવી ગયાં હતાં. તો કોઈએ આ કાસ્ટમાં અન્ય કાસ્ટનો મહત્વનો ભાગ રહેલા આશિષ ચૌધરીની ગેરહાજરીની પણ વાત કરી હતી.
તો કોઇએ બમન ઇરાનીની ગેરહાજરીની વાત કરી હતી. મહત્વની વાત એ પણ છે કે આ ફિલ્મમાં માધુરી દિક્ષિત પણ જોવા મળશે. ગયા વર્ષે માધુરીએ આ ફિલ્મમાં પોતાની હાજરી વિશે વાત કરી હતી. માધુરીએ કહેલું, “જોકે, હું આ વિશે હજુ હાલ વાત કરી શકીશ નહીં, કારણ કે હજુ મને પણ ખબર નથી કે શું થઈ રહ્યું છે. પરંતુ જેવું બધું ગોઠવાય અને નક્કી થાય એવું હું તમને કહીશ.”SS1MS