Western Times News

Gujarati News

ફિટનેસ સાબિત કરવા ૫૯ વર્ષનો સલમાન સેતુરના ઝાડ પર ચડ્યો

મુંબઈ, તાજેતરમાં રિલીઝ થયેલી ‘સિકંદર’માં સલમાનની ફિટનેસ બાબતે ટ્રોલર્સે ખૂબ ટીકા કરી હતી. આ એક્શન ફિલ્મના એક્શન કરતી વખતે સલમાનની ઉંમરની અસર દેખાતી હોવાની કોમેન્ટ્‌સ થઈ હતી.

૫૯ વર્ષના સલમાન ખાને હવે એક્શન ફિલ્મોથી દૂર રહેવું જોઈએ તેવી સલાહ પણ નેટિઝન્સે આપી હતી. સામાન્ય રીતે સલમાન ખાન ટ્રોલર્સને ગંભીરતાથી લેવા ટેવાયેલા નથી, પરંતુ આ વખતની ટીકાઓને ભાઈજાને ગંભીરતાથી લીધી હતી. ટીકાકારોની બોલતી બંધ કરવા સલમાને ફિટનેસ સાબિત કરી હતી. સલમાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં સેતુરના ઝાડ પર ચડવાનો વીડિયો શેર કર્યાે હતો.

સલમાને ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલા વીડિયોમાં તેને સેતુરના ઝાડ પર ચડીને ડાળીઓ હલાવતા જોઈ શકાય છે. ઝાડ પરથી નીચે પડતા સેતુરને વીણવા માટે બાજુમાં એક માણસ ઊભેલો છે. સેતુર તોડ્યા પછી સલમાન ઝાડ પરથી નીચે ઉતરતો જોવા મળે છે.

સલમાને ઝાડ પર ચડતી વખતે બ્લેક શોટ્‌ર્સ અને વેસ્ટ પહેરેલા હતા. સલમાને કેપ્શનમાં લખ્યું હતું, બેરી ગુડ ફોર યુ. તાજેતરની ફિલ્મ ‘સિકંદર’ના ગીત હમ આપ કે બિના ને આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં રખાયુ હતું.

આ વીડિયોને જોયા બાદ સલમાનના ચાહકો ગેલમાં આવી ગયા હતા. સલમાન માટે વધતી ઉંમર માત્ર એક આંકડો હોવાનો દાવો કરી ઘણાં લોકોએ તેની ફિટનેસના વખાણ કર્યા હતા અને આગામી સમયમાં આવી જ એક્શન ફિલ્મો કરવા ઉત્સાહ વધાર્યાે હતો. સલમાનની ‘સિકંદર’ ૩૦ માર્ચે ઈદ નિમિત્તે રિલીઝ થઈ હતી.

સામાન્ય રીતે ઈદ પર રિલીઝ થતી સલમાનની ફિલ્મો હિટ રહેતી હોય છે, પરંતુ ‘સિકંદર’ માટે રૂ.૧૫૦ કરોડના કલેક્શન સુધી પહોંચવાનું પણ અઘરું બની ગયુ હતું. સલમાનની સાથે આ ફિલ્મમાં પ્રતીક બબ્બર, શરમન જોષી, કાજલ અગ્રવાલ, અંજની ધવન અને સત્યરાજ મહત્ત્વના રોલમાં છે. સલમાનની આગામી ફિલ્મ સંજય દત્ત સાથેની ‘ગંગારામ’ છે. આ ફિલ્મ પણ એક્શન એન્ટરટેઈનર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.