રેમો ડિસોઝા પહેલી વખત રોમેન્ટિક ફિલ્મ બનાવશે

મુંબઈ, જેમ નવા સ્ટાર કિડ્ઝને ફિલ્મમાં લાવવા માટે કરણ જોહર જાણીતો છે, એ જ રીતે નવા ડાન્સર્સને ફિલ્મમાં લાવવા માટે કોરિયોગ્રાફર અને ફિલ્મ ડિરેક્ટર રેમો ડિસોઝા હવે તેની ડાન્સ ડ્રામા ફિલ્મની સિરીઝનો ત્રીજો ભાગ બનાવવા જઈ રહ્યા છે.
પણ હવે તે એક નહીં પણ બે ફિલ્મ બનાવવાનું આયોજન કરી રહ્યા છે. ઇન્ડિયન સિનેમામાં સ્ટ્રીટ ડાન્સનો વિષય આપનાર રેમો ડિસોઝા એબીસીડીનાં ત્રીજાં ભાગ ઉપરાંત એક રોમેન્ટિક ફિલ્મ પણ બનાવવાનું આયોજન કરી રહ્યા છે.
તેમણે સૌ પહેલાં ૨૦૧૩માં એબીસીડી બનાવી હતી. પછી ૨૦૧૫માં એબીસીડી ૨ આવી હતી. હવે રેમો ફરી એક વખત એબીસીડીની સિક્વલ બનાવે છે, ત્યારે આ વખતે બિલકુલ નવી સ્ટોરી સાથે ઇલેક્ટ્રિફાઇંગ ડાન્સ પણ જોવા મળશે. આ અંગેના અહેવાલો અનુસાર હજુ તો આ ફિલ્મ પર કામ ચાલી રહ્યું છે પરંતુ આ ફિલ્મમાં પણ અગાઉની ફિલ્મો જેવો જુસ્સો અને જોશીલા ડાન્સ પર્ફાેર્મન્સ તો હશે જ.
આ ફિલ્મ એવી હશે, જેમાં જૂની બંને ફિલ્મોની અસર હશે, તેમાં ડાન્સ, ઇમોશન્સ અને ટેલેન્ટનું મિશ્રણ જોવા મળશે. સાથે હવે રેમો રોમેન્ટિક જોનરમાં પણ ઝંપલાવવા માગે છે. આ પહેલાં તેણે આ જોનરમાં કોઈ ફિલ્મ બનાવી નથી. જોકે, આ અંગે તેણે કે તેની ટીમ તરફથી કોઈએ કોઈ પ્રકારની વાત કે માહિતી જાહેર કરી નથી.
જોકે, આ ફિલ્મ સાથે સંકળાયેલાં સૂત્રો ફિલ્મને એક લાગણીસભર વિષય, મજબૂત પાત્રો અને સંગીત પણ સૂરીલું હશે.અહેવાલો મુજબ,“આ ફિલ્મ લાગણીસભર હશે, સંગીત સૂરીલું હશે અને થોડો ડાન્સ પણ હશે- પણ ઘણી અલગ રીતે.”
અગાઉ એક ઇન્ટરવ્યુમાં રેમોએ કહ્યું હતું કે ડાન્સ આધારીત ફિલ્મો એબીસીડી અને એબીસીડી ૨ની સફળતના કારણે લોકોએ તેને એક બીબાંમાં ફીટ કરી દીધો છે. તેણે એક્શન કે સુપર હિરો ફિલ્મ કરી હોવા છતાં લોકો તેને ડાન્સની ફિલ્મ માટે જ ઓળખે છે. તેના માટે આ બીબાંને તોડવું મુશ્કેલ છે. છેલ્લે રેમોએ અભિષેક બચ્ચન સાથે બી હેપ્પી ફિલ્મ બનાવી છે, જે ઓટીટી પર ઉપલબ્ધ છે.SS1MS