Western Times News

Gujarati News

ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ કારણે ચીનની આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે.

AI Image

ચીને રેસિપ્રોકલ ટેરિફ ખતમ કરવાની ટ્રમ્પને કરી અપીલ

(એજન્સી)વોશિંગ્ટન, ચીનના વાણિજ્ય મંત્રાલયે રવિવારે (૧૩ એપ્રિલ, ૨૦૨૫) અમેરિકાને પારસ્પરિક (રેસિપ્રોકલ) ટેરિફને સંપૂર્ણપણે રદ કરવાની અપીલ કરી છે. અગાઉ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્માર્ટફોન, લેપટોપ જેવા અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો માટે છૂટ આપી હતી.

ન્યૂઝ એજન્સી એએફપીએ મંત્રાલયના પ્રવક્તાના હવાલાથી કહ્યું હતું કે, ‘અમે અમેરિકાને આગ્રહ કરીએ છીએ કે તેઓ પોતાની ભૂલો સુધારવા માટે એક મોટું પગલું ભરે, રેસિપ્રોકલ ટેરિફની ખોટી પ્રથાને સંપૂર્ણ રીતે રદ કરે અને એકબીજાના સન્માનના સાચા રસ્તા પર પરત ફરે.’ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ કારણે ચીનની આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે.

ચીનના મોટા મોટા અર્થશાસ્ત્રીઓ પણ આ વાતને લઈને ચિંતામાં છે કે આવનારા સમયમાં દેશની સ્થિતિ શું હશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, અમેરિકાએ ચીનની વિદેશી સંપત્તિ જપ્ત કરી લીધી તો ચીનની હાલત રશિયા જેવી થઈ જશે.

સાઉથ ચીનના પોસ્ટના એક રિપોર્ટ પ્રમાણે ચીનના એક વરિષ્ટ અર્થશાસ્ત્રી અને પૂર્વ સેન્ટ્રલ બૅંકના સલાહકાર યુ યોંગડિંગની અમેરિકા સાથે વધતાં વેપાર યુદ્ધ વચ્ચે ચીનની વિદેશી સંપત્તિની સલામતી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

તેમણે ચીની અધિકારીઓને સતર્ક રહેવા અને સંભવિત નુકસાનને ઓછું કરવા માટે જરૂરી તૈયારીઓ કરવાની સલાહ આપી છે. યુ યોંગડિંગના બેઇજિંગમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે, ‘અમેરિકા ડૉલરને હથિયાર બનાવી શકે છે. ટ્રેડ વોર તીવ્ર બની રહ્યો છે, મને ડર છે કે, સંઘર્ષ ચીનની વિદેશી સંપત્તિઓ સુધી પહોંચી શકે છે.

ચીન પાસે ૨૦૨૪ના અંત સુધીમાં ૧૦.૨ ટ્રિલિયન ડૉલરની વિદેશી સંપત્તિ હોવાની અપેક્ષા હતી. ભારતીય રૂપિયામાં આ લગભગ ૮૫૦ લાખ કરોડ રૂપિયા થાય જેમાંથી ઇં૩.૨ ટ્રિલિયન ફોરેક્સ રિઝર્વ છે. તેમાથી મોટાભાગના યુએસ ડૉલરમાં છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં ચીન યુએસ ટ્રેઝરી બિલ્સમાં પોતાનું હોÂલ્ડંગ ઘટાડી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.