Western Times News

Gujarati News

અમેરિકા સાથેની વાતચીત રચનાત્મક રહી છેઃ ઈરાન

તેહરાન, ઈરાનના વિદેશ મંત્રાલયના કહ્યું છે કે ઓમાનની રાજધાની મસ્કતમાં બંને પક્ષો વચ્ચે રચનાત્મક માહોલમાં અપ્રત્યક્ષ વાતચીત સંપન્ન થઈ છે. હવે પછી ઈરાન અને અમેરિકા વચ્ચે ૧૯મી એપ્રિલે બીજા તબકકાની વાતચીત માટે આયોજન થશે.

ઈરાનના વિદેશમંત્રી સઇદ અબ્બાસ અરાઘચી અને મધ્યપૂર્વમાં અમેરિકાના વિદેશ દૂત સ્ટીવ વિટકોફની વચ્ચે લગભગ અઢી કલાક વાતચીત થઈ, જે તેહરાનના પરમાણુ મુદ્દા અને પ્રતિબંધોમાં છૂટ આપવા પર કેન્દ્રિત હતી.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ઈરાન પર પરમાણુ કાર્યક્રમોને લઈને કેટલાક પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે બંને દેશો વચ્ચે સંબંધો બગડી ગયા છે. ઈરાનના વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે, બંને પક્ષો આગામી સપ્તાહે વાતચીત ચાલુ રાખવા પર સહમત થયા છે.

અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિમંડળના વડાઓએ વાતચીતના સ્થળમાંથી બહાર નીકળતા પહેલાં ઓમાનના વિદેશમંત્રી સાથે પણ થોડીક મિનિટો વાતચીત કરી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ, મસ્કતમાં પત્રકારોને સંબોધિત કરતી વખતે અરાઘચીએ કહ્યું કે, વાતચીતનો પ્રથમ તબક્કો રચનાત્મક હતો તથા એક શાંતિ અને ખૂબ સન્માનજનક માહોલમાં વાતચીત થઈ હતી.

આ વાતચીતમાં કોઈ અનુચિત ભાષાનો ઉપયોગ થયો નહીં અને બંને પક્ષોએ સમાન સ્થિતિથી અરસપરસ રીતે અનુકૂળ સમજૂતિની સુધી પહોંચવા માટે વાતચીતને આગળ વધારવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.