બેંક ઓફ ઇન્ડિયાએ તેની ખાસ 400 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ યોજના પાછી ખેંચી

AI Image
અને રેપો રેટ ઘટાડા પછી અન્ય પાકતી મુદત પરના વ્યાજ દરમાં પણ ઘટાડો કર્યો છે
મુંબઈ, 12 એપ્રિલ, 2025: ભારતની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક, બેંક ઓફ ઇન્ડિયાએ 400 દિવસ માટે તેની ખાસ ફિક્સ્ડ ડિપોઝિટ યોજના પાછી ખેંચવાની જાહેરાત કરી છે. જ્યાં વ્યાજનો મહત્તમ દર 7.30% હતો.
ઉપરાંત, બેંકે 15 એપ્રિલ 2025 થી વિવિધ પાકતી મુદત માટે તેની ટૂંકા ગાળાની અને મધ્યમ ગાળાની ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બેંકે રૂ. 3.00 કરોડથી ઓછી રકમની ફિક્સ્ડ ડિપોઝિટ માટેનો દર ઘટાડ્યો છે અને હવે 91 દિવસથી 179 દિવસની વચ્ચે પાકતી મુદતની થાપણો માટે 4.25% અને 180 દિવસથી 1 વર્ષ કરતા ઓછી મુદતની થાપણો માટે 5.75% ઓફર કરી રહી છે.
એક વર્ષ માટે થાપણો પર 7.05% વ્યાજ દર મળશે જ્યારે 1 વર્ષથી વધુની થાપણો પર 2 વર્ષ સુધી 6.75% વ્યાજ દર મળશે. 3 કરોડથી 10 કરોડ રૂપિયાથી ઓછી રકમની થાપણો પર, બેંક 91 દિવસથી 179 દિવસની વચ્ચે પાકતી થાપણો પર 5.75%, 180 દિવસથી 210 દિવસ સુધી 6.25% અને 211 દિવસથી એક વર્ષ સુધીની થાપણો પર 6.50% વ્યાજ દર ઓફર કરશે.
એક વર્ષ માટે થાપણો પર 7.05% વ્યાજ દર મળશે જ્યારે 1 વર્ષથી વધુ મુદ્દતની થાપણો પર 6.70% વ્યાજ દર મળશે. સુધારેલા દર 15 એપ્રિલ, 2025 થી અમલમાં મુકવામાં આવશે. 6 મહિના અને તેથી વધુની પાકતી મુદત સાથેની ફિક્સ્ડ ડિપોઝિટ માટે સુપર સિનિયર સિટીઝનની થાપણો પર 0.65% અને સિનિયર સિટીઝનની 3 કરોડ રૂપિયાથી ઓછી રકમની થાપણો પર 0.50% વધારાનો વ્યાજ દર ઓફર કરવામાં આવશે.