કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ ભાજપ નેતાને ફટકાર્યા, શર્ટ ફાડ્યો

પ્રતિકાત્મક
ચંદીગઢ, રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં ડૉ.બાબાસાહેબ ભીમરામ આંબેડકરની પ્રતિમા પાસે તક્તી લગાવતી વખતે ભાજપ મંડળ અધ્યક્ષ અને કોંગ્રેસના મહિલા ધારાસભ્ય વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના બની છે.
કોંગ્રેસ ધારાસભ્યએ ભાજપ નેતા હનુમાન દીક્ષિતનો કાલર ખેંચી, માર મારી, શર્ટ ફાડી દીધો હોવાનો આક્ષેપ કરાયો છે. મારમારી દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય કહેતા જોવા મળી રહ્યા છે કે, શું તમે ભાજપમાંથી હોવાના કારણે ગુંડાગર્દીનો સહારો લેશો?
આજથી બે વર્ષ પહેલા જિલ્લાના બૌંલીમાં ડૉ.આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. હવે અહીં તંત્ર દ્વારા ટ્રાફિકને ધ્યાને રાખી ચાર રસ્તા બનાવવામાં આવી રહ્યા છે. બામનવાસના કોંગ્રેસના ધારાસભ્ય ઈÂન્દરા મીનાએ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.
મળતા અહેવાલો મુજબ રવિવારે રાત્રે પ્રતિમાની નેમ પ્લેટ હટાવવામાં આવી હતી અને તેના સ્થાને ઈÂન્દરા મીના અને નગરપાલિકા અધ્યક્ષ કમલેશ દેવી જોશીના નામની તક્તી લગાવાની હતી. જોકે આ મામલે ભાજપના બૌંલીના મંડળ અધ્યક્ષ હનુમાન દીક્ષિત અને સ્થાનીક પ્રમુખ કૃષ્ણ પોસવાલે વાંધો ઉઠાવ્યો હતો અને મીના-જોષીની તક્તી હટાવી દીધી હતી.