BJPના આ પૂર્વ ધારાસભ્યએ પ્રદેશ સીઆર પાટીલને ઉદ્દેશીને સોશિયલ મીડિયા પર રાજીનામું ધર્યું

આરએસએસ અને ભાજપની વિચારધારા ને ખતમ કરીશું, આગળ બહુ જ લડવા નું છે અને લડીશું, બટોગે તો કટોગે, ભારત બના હે બના રહેગા,” તેમ તેમણે તેમના રાજીનામાં માં લખ્યું હતું,
(પ્રતિનિધિ) ભરૂચ, આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ પાર્ટીમાં ઉથલપાથલ નો દોર શરૂ થઈ રહ્યો છે, ગત તા.૧૧ માર્ચ ૨૦૨૪ ના રોજ ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડા માજી ધારાસભ્ય અને છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવા એ એક વર્ષના ટૂંકા ગાળામાં ભાજપ પ્રવેશ કર્યા બાદ તેને રામરામ કહી તેની સાથે સામાન્ય સભ્ય પદ પરથી છેડો ફાડ્યો છે.
મહેશ વસાવાના રાજીનામાના ધડાકા બાદ જીલ્લાભરમાં હડકંપ મચી ગયો છે.રાજ્યના ટ્રાઈબલ બેલ્ટ પર પકડ મજબૂત કરવા બાબતે અને ચૈતર વસાવા સામેના એક વિકલ્પ માટે મહેશ વસાવાને ભાજપે ગત લોકસભાની ચૂંટણીમાં સાથે કર્યા હતા.ત્યારે એક વર્ષના ટૂંકા ગાળામાં જ મહેશ વસાવાએ ભાજપને રામ રામ કહી પોતાનું રાજીનામું સોશ્યલ મીડિયા મારફતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને મોકલી આપ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી સમયે મહેશ વસાવા ભાજપમાં આવ્યા બાદ તેમની પાસે કોઈ ખાસ હોદ્દો ન હતો અને છેલ્લા કેટલા સમયથી તેઓ ભાજપના કોઈ કાર્યક્રમમાં પણ હાજર દેખાયા ન હતા ત્યારે તેમની નારાજગી સ્પષ્ટ જણાઈ આવતી હતી, મહેશ વસાવા એ સોશિયલ મીડિયા મારફતે આપેલા રાજીનાવવામાં જણાવ્યું હતું કે “ડોક્ટર ભીમરાવ આંબેડકર ના જન્મદિન પર બધાને કોટી કોટી સલામ, પવિત્ર સંવિધાન લખવા વાળા ભારત રત્ન ખરા
પરંતુ ભારતના અનમોલ રત્ન એમને માનવા જોઈએ, હમણાંના સમયમાં ભારત સંવિધાન થી નથી ચાલતું તેવું જણાઈ રહ્યું છે, હું ભારતની જનતાને જણાવવા માંગુ છું કે આદિવાસી દલિત ઓબીસી મુસ્લિમ ઈસાઈ (ખ્રિસ્તી) શીખ અન્ય ગરીબ પીછડા વર્ગ ને અમે સાથે લઈને ચાલીશું સાથે લડીશું,
આરએસએસ અને ભાજપની વિચારધારા ને ખતમ કરીશું, આગળ બહુ જ લડવા નું છે અને લડીશું, બટોગે તો કટોગે, ભારત બના હે બના રહેગા,” તેમ તેમણે તેમના રાજીનામાં માં લખ્યું હતું,