Western Times News

Gujarati News

ખેતરમાં જતાં જ 87 વર્ષના ખેડૂત ભમરાઓના ઝુંડના હુમલાનો શિકાર બન્યાઃ 108ની ટીમે બચાવ્યા

AI Image

માત્ર ફરજ નહી, પણ માનવતાના ઉત્તમ ઉદાહરણ…..૧૦૮ કર્મવીરો

(પ્રતિનિધિ) મહેસાણા, ૮૭ વર્ષના વડીલ ઈશ્વરભાઈ પટેલ એકલા ખેતર જોવા માટે ઊંઝા ઉનાવા હાઇવે પાસે આવેલ એક હોટલ સામેના ખેતરમાં પહોંચ્યા હતા. કદાચ જમીન ખરીદવાની મંત્રણા હતી, કે કદાચ એ વૃદ્ધાવસ્થામાં પણ કુદરતથી પ્રેમ હતો. પરંતુ કોઈને શા સમજાત કે આજે આ નિરાંતે શરૂઆત થયેલો દિવસ એમના જીવનનો સૌથી ભયાનક મોખલો સાબિત થવાનો હતો.

ખેતરમાં જતાં જ ઈશ્વરભાઈ અચાનક જ ભમરાઓના ઝુંડના ભયાનક હુમલાનો શિકાર બન્યા. ભમરા ઉડતાં-કરડતાં એમના ચહેરા, નાક અને મોઢા સુધી પહોંચી ગયા. હડકંપમચાવતી આ ઘટનાની જાણ થતા તરત જ કોઈ સજાગ નાગરિકે ૧૦૮ ઇમરજન્સી સેવાને ફોન કર્યો.

  • ખેતરમાં જતાં જ ઈશ્વરભાઈ ભમરાઓના ઝુંડના ભયાનક હુમલાનો શિકાર બન્યા.
  • રીના પટેલ અને પાઈલટ સંદીપભાઈએ હેલ્મેટ પહેરીને જીવના જોખમે વડીલ સુધી પહોંચ્યાં.
  • ઈશ્વરભાઈની સ્થિતિ અત્યંત નાજુક હતી – બ્લડ પ્રેશર ઘટી ગયું હતું અને શ્વાસ લેવામાં તકલીફ હતી.

ફક્ત મિનિટોમાં જ ભાન્ડુ સ્થિત ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમ સ્થળ પર દોડી આવી.  રીના પટેલ અને પાઈલટ સંદીપભાઈએ જીવના જોખમે પણ તત્કાલ ઁઁઈ કિટ તથા હેલ્મેટ પહેરી, સંક્રમણથી બચાવવાના તમામ પગલાં લેતાં એજ સમયે સેનિટાઈઝરનો ઉપયોગ કરતાં એમ્બ્યુલન્સ સ્ટ્રેચર સાથે ખેતર તરફ દોડ્‌યા. કુદરતી તત્ત્વોની વચ્ચે, ભમરાઓના ખતરાને અવગણતાં એ લોકો વડીલ સુધી પહોંચ્યાં.

જ્યારે 108 ટીમ ઈશ્વરભાઈ સુધી પહોંચી, ત્યારે તેમની સ્થિતિ અત્યંત નાજુક હતી. તેમનું બ્લડ પ્રેશર ખૂબ જ ઘટી ગયું હતું અને શ્વાસ લેવામાં પણ ખુબજ તકલીફ હતી — કારણ કે તેમનાં નાક અને મોઢામાં અનેક ભમરા ઘૂસેલા હતા. તે દ્રશ્ય જે કોઈ જોયું હોય તે ભયથી ચીસ પાડી ઉઠે તેમ હતું.પરંતુ ઈસ્્‌ રીના પટેલે ઉત્તમ પ્રોફેશનલિજમ દર્શાવતાં, પરિસ્થિતિ સામે હિંમતપૂર્વક દૃઢ નિર્ધાર સાથે કામ કર્યું.

તેમણે સુઝબૂઝ રાખી, તબીબ સાથે ટેલિફોનિક માર્ગદર્શન લીધું અને એંબ્યુલન્સમાં જ ઈશ્વરભાઈને જીવનદાયી સારવાર આપવાનું શરૂ કર્યું. દર્દીના શ્વાસને સુદૃઢ બનાવવા માટે તત્કાલ ઇન્જેક્શન અને અન્ય જરૂરી સારવાર આપવામાં આવી.

ટીમના ઝડપી પ્રતિસાદ અને યોગ્ય સમયે અપાયેલી સારવારના લીધે ઈશ્વરભાઈ પટેલનો જીવ બચી ગયો …… જો કદાચ કેટલીક મિનિટો મોડું થયું હોત તો આ શક્ય ન હોત.  રીના પટેલ અને પાઈલટ સંદીપભાઈએ માત્ર ફરજ નહી, પણ માનવતાના ઉત્તમ ઉદાહરણ રૂપે જીવન બચાવ્યું છે.

ગતરોજ બનેલી આ ઘટના વિશે જિલ્લા ૧૦૮ ના સુપરવાઇઝર નિખિલ ભાઈ આ જણાવે છે ત્યારે થાય કે ભાન્ડુ ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમને નમન તેમની હિમ્મત, કાર્યક્ષમતા અને જીવન માટેની પ્રતિબદ્ધતા એ આપણને યાદ અપાવે છે કે ખરેખર “હંમેશા તમારી સાથે” માત્ર એક નારા નથી, તે એક જીવંત હકીકત છે……માત્ર ફરજ નહી, પણ માનવતાના ઉત્તમ ઉદાહરણ બનતા હોય છે ૧૦૮ ના કર્મવીરો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.