PM-JAYથી બાળકીનો જીવ બચ્યો, પિતાએ PM મોદીનો આભાર માન્યો

ડોકટરોએ તપાસ કરતા છ ઈંચ લાંબી ગાંઠ હતી, પિતા પાસે સારવાર કરાવવાનાં પૈસા નહોતા-પીએમ મોદીએ દિવ્યાંગ પિતાને લખ્યું, ‘ભારતમાં કોઈ એકલું નથી’
(એજન્સી)અમદાવાદ, રાજકોટના એક દીવ્યાંગ વ્યકિત વિપુલ પિત્રોડાને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ-જેએવાય હેઠળ તેમની પુત્રીનો જીવ બચાવવામાં આવ્યા પછી હૃદયસ્પર્શી અનુભવ થયો છે. જેમાં તેની બાળકીના ઓપરેશન અને સારવારનો સંપૂર્ણ ખર્ચ આ યોજના થકી પાર પડયો.
બાળકી હરતી ફરતી થઈ ગયા બાદ પિતા વિપુલભાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવા માટે એક પત્ર લખ્યો હતો. તો સામેથી ખુદ વડાપ્રધાન તરફથી જવાબ મળ્યો, જેમાં તેમને ખાતરી આપવામાં આવી કે “ભારતમાં કોઈ એકલું નથી. એક વીડીયોમાં પોતાનો અનુભવ શેર કરતા બાળકીના પિતા વિપુલભાઈએ કહયું હતું કે, પોલીયોને કારણે હું દિવ્યાંગ છું.
https://www.facebook.com/share/r/19RuJRAnrq/
પણ મે કયારેય આશા ગુમાવી નથી. મારી પત્ની બે બાળકો અને મારા માતા-પિતાની જવાબદારી મારી છે. કમનસીબે મારી દીકરીનું પેટ ફુલવા લાગ્યું, ડોકટરોએ તપાસ કરતા છ ઈંચ લાંબી ગાંઠ હતી મારી પાસી તેની સારવાર માટે પૈસા નહોતા. પરંતુ એક મીત્રએ તેને પીએમ-જેએવાય વિશે કહયું હતું તેમનું કહેવું છેકે પીએમ-જેએવાય એ મને મારા બધા આર્થિક બોજમાંથી મુકિત આપી અને મારી દીકરીને શ્રેષ્ઠ સંભાળ મળી છે.
હું મોદીજીનો વ્યકિતગત રીતે આભાર માની શકયો નહી. તેથી મે તેમને એક પત્ર લખ્યો જેમાં મારી દીકરીનો જીવ બચાવવા માટે જ નહી પરંતુ મને જીવનનો નવો માર્ગ આપવા બદલ કુતજ્ઞતા વ્યકત કરી હતી. જયારે મે પત્ર લખ્યો, ત્યારે મે કયારેય કલ્પના નહોતી કરી કે મને જવાબ મળશે.
આ દેશના ૧૪૦ કરોડ લોકોમાંથી પીએમ મોદીએ અને જવાબ આપ્યો. એ જાણીને ખુબ આનંદ થાય છ. કે પરીસ્થિતી ગમે તે હોય, જયારે પીએમ મોદી આપણી સાથે હોય છે. ત્યારે આખો દેશ આપણી સાથે ઉભો રહે છે. હું ખરેખર આભારી છું.