“તેજસ્વી યાદવની સરકાર બની તો બિહારને બંગાળ બનતાં વાર નહીં લાગે”

વડાપ્રધાન મોદી વકફ બિલ લાવીને ગરીબ મુસ્લીમો માટે લાવ્યા છે. પરંતુ ટુકડે ટુકડે ગેગ PM મોદીને બદનામ કરવાના પ્રયાસ કરે છે.
(એજન્સી)ગાંધીનગર, બિહારમાં વિધાનસભાની ચુંટણી આવી રહી છે. ત્યારે બિહારર દિવસે ગુજરાતની મલાકાતે આવનાર કેન્દ્રીય ટેક્ષટાઈલ મંત્રી ગીરીરાજસિંહે ગુજરાતમાં વસતા બિહારના વતનીઓને ચેતવણી આપી હતી કે, વર્ષે ૧૯૯૦માં જે ભુલ થઈ હતી તે બિહારની આગામી વિધાનસભાની ચુંટણીમાં કરતા નહી.
જો તેજસ્વી યાદવની સરકાર આવી તો બિહારને બંગાળ બનતા વાર લાગશે નહી. તેમણે કહયું હતું કે લાલુપ્રસાદ યાદવની સરકારમાં વીજળી કોઈ દિવસ આવતી ન હતી. જયારે અત્યારે ર૪ કલાક વીજળી મળી રહી છે.
બિહાર દીવસે અમદાવાદમાં યોજાયેલા સમારોહમાં સંબોધન કરતા ગીરીરાજસિંહ કહયું હતું કે, બિહારમાં જયારે પરીવારાવાદ ચરમસીમાએ હતો. ત્યારે લાલુ પ્રસરાદ યાદવની સરકારી બની હતી. આ સમયે સૌથી વધુ લોકો બિહારમાંથી પલાયન થયો હતો. ચારા કૌભાંડમાં જેલમાં ગયા પછી પણ તેમનો પરીવાર ભ્રષ્ટાચારમાંથી બહાર આવી શકયો નથી.
લાલુપ્રસાદ યાદવે બિહારને બદનામ કર્યું છે. લાલુપ્રસાદના શાસનમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ હતી.જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નિતીશકુમારે બિહારને આઈઆઈટી અને આઈઆઈએમનું શિક્ષણ આપ્યું છે. તેમણે બિહારમાંથી પરીવારવાદને જડમુળમાંથી હટાવવાના સંકલ્પ જાહેર કરીને આ વખતેથી ચુંટણીમાં માતાપિતાઓના સમીકરરણ નહી ચાલવા દઈએ તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
તેમણે વડાપ્રધાન મોદી વકફ બિલ લાવીને ગરીબ મુસ્લીમો માટે લાવ્યા છે. પરંતુ ટુકડે ટુકડે ગેગ મોદી અને નીતીશકુમારને બદનામ કરવાના પ્રયાસ કરે છે. બિહારમાં અત્યારે જે રસ્તાઓ પર પસાર થતા પાંચ કલાકનો સમય લાગતો હતો તે રસ્તાઓ પર અત્યારે દોઢ કલાક લાગે છે. ગુજરાતના કચછજેથી ભુમીકા પાણી પહોચ્યા કે બિહારના છેવાડાના ગામો સુધી પાણી પહોચાડવાનું છે. બિહારમાં અત્યારે પાંચ નવા એરપોર્ટ આવી રહયા છે.