૪૩ વર્ષ જૂના ઉચાપત કેસમાં ગોંડલમાં પોસ્ટ માસ્તરને ત્રણ વર્ષની સજા

ગોંડલ, ૪૩ વર્ષ જૂના ઉચાપતના કેસમાં ગોંડલની કોર્ટે પોસ્ટ માસ્તરને ત્રણ વર્ષની જેલની સજા અને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યાે છે. ૪૩ વર્ષ બાદ આવેલા આ ચુકાદાથી ભ્રષ્ટાચાર કરનારા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે૧૧ ડિસેમ્બર, ૧૯૮૧ના રોજ, ભગવતીબેન જેઠાભાઈ ડોડિયાએ ગોંડલ કોલેજ ચોક પેટા પોસ્ટ ઓફિસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની પાસબુકમાં ઉપાડની કોઈ રકમ દર્શાવવામાં આવી નથી અને તેમણે કોઈપણ રકમ ઉપાડી નથી, છતાં પોસ્ટ ઓફિસના રેકોર્ડમાં તેમના ખાતામાંથી ૨૫,૦૦૦ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે.
પોસ્ટ ઓફિસના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે તે સમયના પોસ્ટ માસ્તર દિલીપસિંહ હરભમજી ઝાલાએ ખાતામાંથી ૨૫,૦૦૦ રૂપિયા ઉપાડી લીધા હતા.
ઝાલાએ પોસ્ટ ઓફિસને રકમ પરત કરવાનું વચન આપ્યું હતું અને તે રકમ પરત કરી હતી. જો કે, પોસ્ટ ઓફિસ દ્વારા વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે ઝાલાએ અન્ય ૧૮ ખાતાધારકોના ખાતામાંથી પણ કુલ ૮૭,૬૮૦ રૂપિયાની ઉચાપત કરી હતી.
પોસ્ટ ઓફિસના સુપરિન્ટેન્ડેન્ટ એન.એ. ઠક્કરે ૧૯૮૨માં ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઝાલાની ધરપકડ કરી અને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.૪૩ વર્ષ જુના આ કેસની સુનાવણી ગોંડલની ચીફ કોર્ટમાં થઈ હતી.
જેમાં તમામ દલીલો બાદ જજ એમ.એસ. દવેએ ઝાલાને દોષી ઠેરવ્યા હતા અને તેમને ત્રણ વર્ષની જેલની સજા અને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યાે હતો.SS1MS