અમદવાદમાં તસ્કરો બેફામ બન્યાઃ કંપની સ્ટોરમાંથી ૧૮.૨૪ લાખનો માલસામાન ચોરી પલાયન

અમદાવાદ, નરોડા મુઠિયા ગામમાં આવેલી કંપનીના સ્ટોરમાં ઘૂસીને અલગ-અલગ ચીજવસ્તુઓના કુલ રૂ. ૧૮.૨૪ લાખના માલસામાનની ચોરી કરીને તસ્કરો ફરાર થઇ ગયા હતા.
આ અંગે કંપનીના મેનેજરે તસ્કરો સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે. ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે રહેતા પ્રેમપાલ પટેલ વડોદરામાં આવેલી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમની કંપનીનો સ્ટોર નરોડા મુઠિયા ગામમાં આવેલો છે.
ગત ૭ એપ્રિલે તેઓ ઘરે હતા તે સમયે સવારે સ્ટોર ઇન્ચાર્જ મયંકભાઇ પંચાલનો ફોન આવ્યો હતો અને જણાવ્યું કે આપણી કંપનીના સ્ટોરમાં મૂકેલ ઇલેક્ટ્રીક સહિતની ચીજવસ્તુઓના બોક્સ ઓછા દેખાય છે. જેથી ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે.
જેથી પ્રેમલાલ તાત્કાલિક સ્ટોર પર આવ્યા હતા. બાદમાં સ્ટોકની ગણતરી કરતા અને તપાસ કરતા સ્ટોરમાંથી અલગ અલગ ચીજવસ્તુઓનો કુલ રૂ. ૧૮.૨૪ લાખનો માલસામાન ચોરી થયો હોવાનું સામે આવ્યું હતું.
જેથી ચોર દીવાલ કૂદીને ઘૂસ્યો હોવાની શંકા સેવાઇ રહી છે. ત્યારે પ્રેમલાલે કંપનીના માલિકને ફોન કરીને જાણ કરી હતી. આ અંગે પ્રેમલાલે ચોર સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.SS1MS