Western Times News

Gujarati News

‘સ્ટુડન્ટ ઓફ ધ યર ૩’માં શનાયા કપૂરના ડબલ રોલ

મુંબઈ, સંજય કપૂર અને મહિપ કપૂરની દીકરી શનાયા કપૂર ‘સ્ટુડન્ટ ઓફ ધ યર ૩’ના કારણે ચર્ચામાં છે. યાદગાર ફિલ્મોની ફ્રેન્ચાઈઝીને આગળ વધારતા કરણ જોહરે આ વખતે નવો અખતરો કર્યાે છે.

‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ ફ્રેન્ચાઈઝીની બે ફિલ્મો અગાઉ સફળ થઈ હતી, પરંતુ આ વખતે કરણ જોહરે ફિલ્મના બદલે સિરીઝ બનાવવાનો નિર્ણય લીધો છે. જૂની કાસ્ટને રીપિટ કરવાના બદલે આ સિરીઝમાં શનાયા કપૂરનો લીડ રોલ નક્કી થયો છે. ‘સ્ટુડન્ટ ઓફ ધ યર ૩’ને છ એપિસોડની વેબ સિરીઝ તરીકે બનાવવામાં આવશે.

શનાયા કપૂરની સાથે આ ફિલ્મથી ડાયરેક્ટર તરીકે રીમા માયા ડેબ્યુ કરશે. ચર્ચાઓ મુજબ, આ સિરીઝમાં શનાયા કપૂર ડબલ રોલમાં જોવા મળશે. સ્ટુડન્ટ ઓફ ધ યરમાં અગાઉ આલિયા ભટ્ટ, વરુણ ધવન, સિદ્ધાર્થ મલહોત્રા, અનન્યા પાંડે, તારા સુતરિયા કામ કરી ચૂક્યા છે. આ સિરીઝ જિયોહોટસ્ટાર પર થશે. કરણ જોહર અને ટીમે માત્ર ૩૦ દિવસમાં જ આખી સિરીઝનું શૂટિંગ પૂરું કરવાનું વિચાર્યું છે.

‘સ્ટુડન્ટ ઓફ ધ યર ૩’ સાથે શનાયાને કરિયરમાં પ્રથમ વખત ડબલ રોલ કરવા મળશે. શનાયાની પહેલી ફિલ્મ ‘આંખો કી ગુસ્તાખિયાં’નું શૂટિંગ તાજેતરમાં પૂરું થયું છે. આદર્શ ગૌરવ સાથે શનાયાની થ્રિલર ‘તુ યા મૈં’ પ્રોડક્શન સ્ટેજમાં છે અને તેને વેલેન્ટાઈન્સ ડે ૨૦૨૬ના રોજ રિલીઝ કરવાની છે. આ ઉપરાંત અભય વર્મા સાથેની એક ફિલ્મ પણ સનાયા પાસે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.