ભારતમાં દર ૧૦ લાખની વસતીએ માત્ર ૧૫ જજ

નવી દિલ્હી, લો કમિશનની ભલામણ મુજબ ભારતમાં દર ૧૦ લાખની વસતીએ ૫૦ જજ હોવા જોઈએ. જ્યારે ૨૦૨૫ની સ્થિતિ સંદર્ભે રજૂ થયેલા રિપોર્ટ મુજબ, ભારતમાં દર ૧૦ લાખની વસતીએ માત્ર ૧૫ જજ છે.
ભારતના વિવિધ રાજ્યોમાં ન્યાયપાલિકાની સ્થિતિ અંગે ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ મંગળવારે પ્રસિદ્ધ થયો છે. આ રિપોર્ટ મુજબ, દેશનટ્ઠી વિવિધ હાઈકોર્ટમાં મંજૂર માળખાની સરખાણીએ જજની ૩૩ ટકા જગ્યા ખાલી છે.
અમેરિકામાં જાન્યુઆરી ૨૦૨૪ની સ્થિતિએ ૧૦ લાખની વસતીએ ૧૫૦ જજ છે અને યુરોપમાં ૨૦૨૨ની સ્થિતિએ ૧૦ લાખની વસતી સામે ૨૫૦ જજ છે. દેશભરમાં ૧.૪ અબજ વસતીની સામે જજની સંખ્યા ૨૧,૨૮૫ છે.
આમ, દર ૧૦ લાખની વસતીમાં માત્ર ૧૫ જજ છે. ૧૯૮૭ના વર્ષમાં લો કમિશને કરેલી ભલામણ મુજબ, દર ૧૦ લાખની વસતીએ ૫૦ જજ હોવા જોઈએ. ૨૦૨૫ ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટમાં જણાવ્યા મુજબ, વિવિધ હાઈકોર્ટમાં મંજૂર મહેકમની સામે ૩૩ ટકા જગ્યા ખાલી છે અને ૨૦૨૫માં ૨૧ ટકા જગ્યા ખાલી છે.
સમગ્ર દેશમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જજ દીઠ ૨,૨૦૦ કેસનું ભારણ છે. અલાહાબાદ અને મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં જજ દીઠ ૧૫,૦૦૦ કેસ છે. જિલ્લા ન્યાયપાલિકાઓમાં ૨૦૧૭માં મહિલા જજની સંખ્યા ૩૦ ટકા હતી, જે વધીને ૩૮.૩ ટકા થઈ છે.
હાઈકોર્ટમાં મહિલા જજનું પ્રમાણ ૧૧.૪ ટકાથી વધીને ૨૦૨૫માં ૧૪ ટકા થયું છે. સુપ્રીમ કોર્ટમાં માત્ર છ ટકા મહિલા જજ છે. દેશની ૨૫ હાઈકોર્ટમાં માત્ર એક જ હાઈકોર્ટમાં મહિલા ચીફ જસ્ટિસ છે. દિલ્હી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં માત્ર ૧૧ ટકા જગ્યા ખાલી છે અને તેમાં મહિલા જજનું પ્રમાણ ૪૫ ટકા છે.
ન્યાયપાલિકામાં માત્ર પાંચ ટકા જજ એસટી સમુદાયના અને ૧૪ ટકા એસસી સમુદાયના છે. ૨૦૧૮ના વર્ષથી નિમણૂક પામેલા હાઈકોર્ટના ૬૯૮ જજમાંથી માત્ર ૩૭ જજ એસસી અને એસટી સમુદાયના છે.
ન્યાયપાલિકામાં ઓબીસી સમુદાયના ૨૫.૬ ટકા જજ છે. લીગલ એઈડ માટે દેશમાં વાર્ષિક માથાદીઠ ખર્ચ રૂ..૪૫ છે અને જ્યુડિશિયરી માટે રૂ.૧૮૨નો ખર્ચ થાય છે. દેશનું કોઈપણ રાજ્ય પોતાના કુલ ખર્ચમાંથી એક ટકા કરતાં વધુ ખર્ચ જ્યુડિશિયરી માટે કરતું નથી.SS1MS