Western Times News

Gujarati News

ગુના માટે હેતુનો અભાવ મુક્તિનો એકમાત્ર આધાર ન હોઈ શકેઃ સુપ્રીમ

નવી દિલ્હી, પુત્રની હતયા બદલ દોષિત ઠરેલા આરોપીની આજીવન કેદની સજાને યથાવત રાખતાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે ગુના માટે હેતુનો અભાવ એ નિર્દાેષ છૂટવાનો એકમાત્ર આધાર ન હોઈ શકે.

ગુનેગારના મનના છુપાયેલા હેતુને તપાસ એજન્સી ઘણીવાર બહાર લાવી શકતી નથી. જેમ એકમાત્ર મજબૂત ઇરાદાને કારણે કોઇને દોષિત ઠેરવી શકાતો નથી, તેમ ઇરાદાના અભાવથી પણ કોઇ નિર્દાેષ છે, તેવું તારણ કાઢી શકાય નહીં.

ન્યાયાધીશ સુધાંશુ ધુલિયા અને કે વિનોદ ચંદ્રન બનેલી ખંઠપીઠે એક પિતા પોતાના એકમાત્ર પુત્રની હતયા કરે તે અસંભવ છે તેવી પિતાની દલીલને બાલિશ ગણાવીને ફગાવી દીધી હતી. અરજદારની બીજી સબળ દલીલ એ હતી કે પોતાના પુત્રની હતયા માટે કોઇ હેતુ ન હતો.

આરોપીએ ઓગસ્ટ ૨૦૨૨ના દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યાે હતો. હાઇકોર્ટે આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.સર્વાેચ્ચ અદાલતના ચુકાદાઓનો ઉલ્લેખ કરી ખંડપીઠે અવલોકન કર્યું હતું કે જો આ કેસ ફક્ત સંજોગોવશાત પુરાવા પર આધારિત હોત તો હેતુનો અભાવ આરોપીની તરફેણમાં મજબૂત દલીલ બની શક્યો હોત.

જ્યારે સાક્ષીઓને ખાતરીપૂર્વક નિવેદન આપતા નથી તયારે મજબૂત હેતુ હોય તો પણ કોઇ વ્યક્તિને દોષિત ઠેરવી શકાય નહીં. એ જ રીતે સંજોગો ખૂબ જ પ્રતીતિજનક હોય અને આરોપીના ગુનાના નિષ્કર્ષ તરફ દોરી જાય તેવી અતૂટ કડીઓ હોય તયારે હેતુનો સંપૂર્ણ અભાવ હોય તો પણ કોઇ ફરક પડતો નથી.

ખંડપીઠે ઉલ્લેખ કર્યાે હતો કે હેતુ ગુનેગારના મનના આંતરિક ખૂણામાં છુપાયેલો હોય છે, જેને તપાસ એજન્સી ઘણીવાર બહાર લાવી શકતી નથી. આરોપીએ દલીલ કરી હતી કે તેના પુત્રે સ્ક્›ડ્રાઈવરથી પોતાને ઘા મારી આતમહતયા હતી.તપાસમાં બહાર આવ્યું હતું કે નજીકથી છોડવામાં આવેલી બંદૂકની ગોળીની ઇજાને કારણે પુત્રનું મૃતયુ થયું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.