રણદીપના પરિવારને લિન લૈશરામ સાથેના લગ્ન સામે વાંધો હતો

મુંબઈ, રણદીપ તેની તાજેતરની રિલીત ‘જાટ’ માં તેના દમદાર અભિનયથી હેડલાઇન્સમાં છે. તેમના અંગત જીવનની વાત કરીએ તો, અભિનેતાએ લિન લૈશરામ સાથે લગ્ન કર્યા છે. તાજેતરમાં રણદીપ હુડ્ડાએ ખુલાસો કર્યાે હતો કે તેનો પરિવાર મણિપુરની લિન સાથેના તેના લગ્નની વિરુદ્ધ હતો. રણદીપે આનું કારણ પણ જણાવ્યું છે.
અભિનેતાએ કહ્યું, “આમાં કેટલીક ગૂંચવણો હતી. અન્ય લોકોની જેમ, મારા માતા-પિતા પણ ઇચ્છતા હતા કે હું મારી જાતિમાં લગ્ન કરું. જાટોમાં આ ખૂબ જ પ્રચલિત છે. હકીકતમાં, હું મારા પરિવારમાં બિન-જાટો સાથે લગ્ન કરનારો પહેલો વ્યક્તિ છું.
તેથી દરેકને આ સમસ્યા હતી, પરંતુ ધીમે ધીમે આ સમસ્યા દૂર થઈ ગઈ.આ જ ઇન્ટરવ્યુમાં, રણદીપ હુડ્ડાએ એ પણ જણાવ્યું કે શરૂઆતમાં તેમના લગ્નનું કોઈ આયોજન કેમ નહોતું. તેણે કહ્યું, “હું શાળામાં ખૂબ જ હતાશ રહેતો હતો. મને લાગતું હતું કે હું એવી વ્યક્તિને આ દુનિયામાં લાવવા માંગતો નથી જેણે મારા જેવું શિક્ષણ મેળવ્યું હોય.
તેથી મારો ક્યારેય એવો ઇરાદો નહોતો, પરંતુ કોઈક રીતે, અમારા રસ્તા મળ્યા, અને હું ખૂબ ખુશ છું કે તે થયું. મારા લગ્ન થોડા મોડા થયા કારણ કે હું મજાક કરું છું કે મારી પાસે સરકારી નોકરી નથી.
રણદીપ હુડ્ડાએ નવેમ્બર ૨૦૨૩ માં લિન લૈશરામ સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન ઇમ્ફાલમાં પરંપરાગત મણિપુરી વિધિઓ સાથે થયા હતા.રણદીપ હાલમાં તેની તાજેતરમાં રિલીત થયેલી ફિલ્મ ‘જાટ’ ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે જે ગોપીચંદ માલીનેની દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત છે.
આ ફિલ્મનું નિર્માણ મૈત્રી મૂવી મેકર્સ અને પીપલ મીડિયા ફેક્ટરી દ્વારા કરવામાં આવ્યું છે. સની દેઓલે ‘જાટ’માં મુખ્ય ભૂમિકા ભજવી છે જ્યારે રણદીપ હુડ્ડાએ એક ભયાનક ખલનાયકની ભૂમિકા ભજવી છે. જાટે અતયાર સુધીમાં ૫૦ કરોડ રૂપિયા ભેગા કર્યા છે.SS1MS