Western Times News

Gujarati News

ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી સેગમેન્ટમાં ઝાયડસ-મેડટેકનું વિસ્તરણ, TAVI બજારનું કદ હાલમાં 6 અબજ યુએસ ડોલર જેટલું

TAVI પ્રક્રિયા દ્વારા ઓપન હાર્ટ સર્જરીની જરૂરિયાત વિના જ કેથેટર આધારિત અભિગમથી બીમાર આયોર્ટિક વાલ્વને બદલી શકાય છે, જેનાથી દર્દીઓને ઝડપી રિકવરી અને ઓછા જોખમનો લાભ મળે છે.

બ્રેઇલની TAVI સિસ્ટમમાં અનોખી બોવિન પેરિકાર્ડિયમ શીટનો ઉપયોગ થાય છે જે ત્રણ અલગ લીફલેટ્સના બદલે સિંગલ પીસ તરીકે કામ કરે છે, જેનાથી અદ્વિતીય બાયોકમ્પેટિબિલિટી, ટકાઉપણું અને કામગીરી સુનિશ્ચિત થાય છે.

ઝાયડસ મેડટેક અને બ્રાઝિલની બ્રેઇલ બાયોમેડિકાએ TAVI ટેક્નોલોજીના કોમર્શિયલાઇઝેશન માટે ગ્લોબલ લાયસન્સિંગ કરાર જાહેર કર્યો

ઝાયડસ મેડટેક પ્રાઇવેટ લિમિટેડ (ઝાયડસ મેડટેક) ને ભારત, યુરોપ અને અન્ય ચોક્કસ બજારોમાં નવીનતમ Transcatheter Aortic Valve Implantation (TAVI) ટેક્નોલોજીના માર્કેટિંગ માટેના અધિકારો મળ્યા

અમદાવાદ,  ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડની મેડિકલ ટેક્નોલોજી ડેવલપમેન્ટમાં નિપુણતા ધરાવતી સંપૂર્ણ માલિકીની પેટા કંપની ઝાયડસ મેડટેક પ્રાઇવેટ લિમિટેડે બ્રાઝિલ સ્થિત ઇનોવેટિવ કાર્ડિયોવાસ્ક્યુલર ડિવાઇસ મેન્યુફેક્ચરર Braile Biomédica Indústria, Comércio e Representações Ltda., (Braile Biomedica) સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. આ ભાગીદારીનો હેતુ સમગ્ર યુરોપ, ભારત અને અન્ય પસંદગીના બજારોમાં તેની Transcatheter Aortic Valve Implantation (TAVI) ટેકનોલોજીને એક્સક્લુઝિવ રીતે કોમર્શિયલાઇઝ કરવાનો છે.

આ કરાર એ ઝડપથી વિકસી રહેલા ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી સેગમેન્ટમાં ઝાયડસ મેડટેકના વ્યૂહાત્મક વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ પગલું છે. ગ્લોબલ TAVI માર્કેટનું કદ હાલ 6 અબજ યુએસ ડોલર જેટલું છે જેમાં આયોર્ટિક સ્ટેનોસિસના વધી રહેલા કિસ્સા તથા મિનિમલી ઇન્વેઝિવ કાર્ડિયાક પ્રોસીજર્સ માટેની વધતી માંગના લીધે મજબૂત વૃદ્ધિ જોવાઈ રહી છે.

ઝાયડસ મેડટેક તેના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી પોર્ટફોલિયોને સક્રિયપણે વિકસાવી રહી છે અને બ્રેઇલ બાયોમેડિકાની આધુનિક બલૂન-એક્સપાન્ડેબલ TAVI સિસ્ટમને આંતરરાષ્ટ્રીય બજારોમાં રજૂ કરશે અને તેની વ્યાપારિક તથા નિયમનકારી નિપુણતાનો લાભ લેશે. કાર્ડિયોવાસ્ક્યુલર ઇનોવેશનમાં, ખાસ કરીને લેટિન અમેરિકામાં, પુરવાર થયેલો ટ્રેક રેકોર્ડ ધરાવતી બ્રેઇલ બાયોમેડિકા આ બજારોમાં પ્રોડક્ટનું ઉત્પાદન અને સપ્લાય કરશે.

કોમર્શિયલાઇઝેશનને આગળ વધારવા ઉપરાંત ઝાયડસ મેડટેક TAVI સિસ્ટમના પસંદગીના કમ્પોનેન્ટ્સના ઉત્પાદનના અધિકારો પણ જાળવશે. આ સહયોગ વધુ પ્રોડક્ટ ઇનોવેશન અને ડેવલપમેન્ટ માટે પાયો નાંખશે તથા ઓપરેશનલ ફ્લેક્સિબિલિટી પૂરી પાડશે.

આ કરાર વ્યાપક સંખ્યામાં દર્દીઓને જીવનરક્ષક ટેક્નોલોજી પૂરી પાડવામાં બંને કંપનીઓની સહિયારી પ્રતિબદ્ધતા સાથે સંલગ્ન છે. TAVI પ્રોસીજર એ સ્ટ્રક્ચરલ હાર્ટ કેરમાં માન્યતા પ્રાપ્ત સફળતા છે, ખાસ કરીને વૃદ્ધ દર્દીઓમાં અથવા જેઓ ઊંચું સર્જિકલ જોખમ ધરાવતા હોય તેમના માટે. ઓપન હાર્ટ સર્જરીની જરૂર વિના જ કેથેટર આધારિત અભિગમ થકી બીમારી ધરાવતા આયોર્ટિક વાલ્વને બદલવાથી દર્દીઓ ઘણીવાર નોંધપાત્ર શોર્ટ રિકવરી સમયનો અનુભવ કરે છે અને પ્રોસીજરનું જોખમ પણ ઘટે છે. જોખમ ધરાવતા તમામ દર્દીઓને TAVI ઇન્ડિકેશનના વિસ્તરણે તેની સ્વીકૃતિને વેગ આપ્યો છે.

TAVI સોલ્યુશનને અલગ પાડતા પરિબળોમાં કેવળ તેના ક્લિનિકલ લાભો જ નથી પરંતુ તેની પાછળ રહેલો ટેક્નોલોજીકલ અને વૈજ્ઞાનિક પાયો પણ છે. આ સિસ્ટમ બ્રાઝિલના કાર્ડિયાક સર્જરીમાં અગ્રેસર રહેલા ડો. ડિમિન્ગો બ્રેઇલના ડોક્ટરલ થિસીસ પર આધાર રાખીને વિકસાવવામાં આવી હતી. બ્રેઇલના વાલ્વમાં એક અનોખી બોવિન પેરિકાર્ડિયમ શીટ છે જેનો ત્રણ અલગ અલગ લીફલેટ્સના બદલે સિંગલ પીસ તરીકે ઉપયોગ થાય છે જેનાથી અદ્વિતીય બાયોકમ્પેટિબિલિટી, ટકાઉપણું અને કામગીરી સુનિશ્ચિત થાય છે.

આ ડિવાઇસ કોલેપ્સેબલ, જટિલ વાસ્ક્યુલર એનેટોમી થકી નેવિગેબલ અને લાગુ કર્યા પછી ફુલ્લી ફંક્શનલ હોવી જોઈએ અને તે પણ સ્ટ્રક્ચરલ ઇન્ટેગ્રિટી જાળવી રાખીને. આ એન્જિનિયરિંગ ચોક્સાઇ અને વાસ્તવિક સમયમાં લાગુ કરવાની ક્ષમતા ઇનોવેશન અને પર્ફોર્મન્સનું મિશ્રણ દર્શાવે છે જે તેને કાર્ડિયાક કેરમાં આગામી પેઢીની તથા હાઇ વેલ્યુ પ્રોડક્ટ બનાવે છે.

ઝાયડસ મેડટેકના માર્કેટિંગ અને નિયમનકારી મજબૂતાઈ તેમજ બ્રેઇલ બાયોમેડિકાની ગહન ટેક્નોલોજીકલ નિપુણતા વચ્ચેનો તાલમેલ આ જીવનરક્ષક થેરાપીને વૈશ્વિક સ્તરે અપનાવવાને વેગ આપે તેવી સંભાવના છે. આગામી ત્રણ વર્ષમાં આ ભાગીદારીનો ઉદ્દેશ કરાર હેઠળ આવરી લેવાનાર પ્રદેશોમાં આગામી વર્ષથી શરૂ થતા મજબૂત ક્લિનિકલ રિસર્ચ પ્રોગ્રામ દ્વારા સમર્થિત શ્રેણીબદ્ધ નવા ઇનોવેશન લોન્ચ કરવાનો છે.

ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડો. શર્વિલ પટેલે જણાવ્યું હતું કે “અમે વિશ્વભરમાં આધુનિક અને ક્રિટિકલ કાર્ડિયોવાસ્ક્યુલર કેરની એક્સેસને વિસ્તારવા તથા દર્દીઓ માટેના પરિણામોમાં સુધારો લાવવા માટે બ્રેઇલની સાથે છીએ. આ નવીનતમ અને અત્યાધુનિક ટેક્નોલોજી મિનિમલી ઇન્વેઝિવ અપ્રોચ પૂરો પાડશે જેનાથી દર્દીઓને ઝડપી રિકવરી, હોસ્પિટલમાં ઓછું રોકાણ અને જીવનની ઘણી સારી ગુણવત્તા પણ પ્રાપ્ત થશે.”

બ્રેઇલ બાયોમેડિકાના સીઈઓ પેટ્રિસિયા બ્રેઇલે જણાવ્યું હતું કે “ઝાયડસ મેડટેક સાથેની આ ભાગીદારી લોકોની સંભાળ રાખવા અને તેમના જીવન બચાવવામાં મદદ પૂરી પાડવા માટેના બ્રેઇલના મિશનનો શક્તિશાળી રીતે પુનરોચ્ચાર કરે છે. કાર્ડિયોવાસ્ક્યુલર ઇનોવેશન પ્રત્યે દાયકાઓ સુધીના સમર્પણના પરિણામે મેળવાયેલી અમારી TAVI ટેક્નોલોજીને નવા ખંડો સુધી પહોંચતી જોઇને અમારો એ હેતુ પૂર્ણ થતો જણાય છે જેણે અમને લગભગ 50 વર્ષોથી આગળ વધવાની પ્રેરણા આપી છે. અમારા મૂલ્યો અને પ્રતિબદ્ધતા ધરાવે તેવા ભાગીદાર સાથે હાથ મિલાવીને અમે અમારા વૈશ્વિક પ્રભાવને વિસ્તારીએ છીએ અને વિશ્વભરના બીજા અનેક દર્દીઓ માટે જીવનની ગુણવત્તા તથા આશા લાવીએ છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.