PM મોદીએ ટેસ્લાના એલોન મસ્ક સાથે શું ચર્ચા કરી?

File Photo
File Photo
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેસ્લા અને સ્પેસએક્સના CEO એલોન મસ્ક સાથે ફોન પર વાર્તાલાપ કર્યો હતો. આ વાર્તાલાપમાં તેમણે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, જેમાં આ વર્ષની શરૂઆતમાં વોશિંગ્ટન ડીસીમાં તેમની બેઠક દરમિયાન ચર્ચાયેલા વિષયો પણ સામેલ હતા.
વડાપ્રધાને સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેમની વાતચીતમાં ટેકનોલોજી અને ઇનોવેશનના ક્ષેત્રોમાં સહયોગની વિશાળ સંભાવનાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. મોદીએ એ પણ ટ્વીટ કર્યું કે ભારત અમેરિકા સાથે આ ક્ષેત્રોમાં ભાગીદારી વધારવા માટે પ્રતિબદ્ધ છે.
આ વાર્તાલાપ એવા સમયે થયો છે જ્યારે ભારત ટેકનોલોજી ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા અને વૈશ્વિક ટેક કંપનીઓને દેશમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવાના પ્રયાસો કરી રહ્યું છે. મસ્ક સાથેની વાતચીત ભારત અને અમેરિકા વચ્ચે ટેક ક્ષેત્રે વધતા સંબંધોનું પ્રતિબિંબ માનવામાં આવી રહ્યું છે.
મસ્કે આ વાતચીત દરમિયાન ભારતમાં સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરુ કરવાની રુચિનો પુનરોચ્ચાર કર્યો હતો. જે હાલમાં નિયમનકારી મંજૂરીની રાહ જોઈ રહી છે. મસ્કે પીએમ મોદી સાથે ટેસ્લા દ્વારા ભારતમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવા અને ઈલેક્ટ્રિક વાહનો પર આયાત ડ્યુટી ઘટાડવા અંગે પણ ચર્ચા કરી હતી.