ઈડીએ આંધ્રના પૂર્વ સીએમ જગન રેડ્ડીના રૂ.૨૭.૫ કરોડના શેર જપ્ત કર્યાં

હૈદરાબાદ, કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વાયએસઆર કોંગ્રેસના પ્રમુખ જગનમોહન રેડ્ડીના રૂપિયા ૨૭.૫ કરોડના શેર અસ્થાયી રીતે જપ્ત કર્યા છે. આ કાર્યવાહી મની લોન્ડ્રિંગના ૧૪ વર્ષ જૂના કેસમાં કરવામાં આવી છે.
ઈડીની ટીમે જગનમોહનની ત્રણ કંપનીઓ – કાર્મેલ એશિયા હોલ્ડિંગ્સ, સરસ્વતી પાવર એન્ડ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ અને હર્ષા ફર્મમાં કરાયેલું રોકાણ જપ્ત કર્યું છે.
આ ઉપરાંત, દાલમિયા સિમેન્ટ(ભારત) લિમિટેડ(ડીસીબીએલ)ની લગભગ રૂપિયા ૩૭૭.૨ કરોડની જમીન પણ જપ્ત કરી છે. ડીસીબીએલના કહેવા મુજબ આ જમીનની વાસ્તવિક કિંમત ૭૯૩.૩ કરોડ છે.
આ મામલો ૨૦૧૧માં સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલા કેસ સાથે જોડાયેલો છે. જેમાં આક્ષેપ છે કે ડીસીબીએલએ રઘુરામ સિમેન્ટ્સ લિમિટેડ(જગન મોહન રેડ્ડી સાથે જોડાયેલી કંપની)માં રૂપિયા ૯૫ કરોડનું રોકાણ કર્યું હતું.
તેના બદલામાં જગને પોતાના પિતા અને તત્કાલીન મુખ્યમંત્રી વાયએસ રાજશેખર રેડ્ડીના પ્રભાવનો ઉપયોગ કરીને ડીસીબીએલને કડપ્પા જિલ્લામાં ૪૦૭ હેક્ટરની ખનીજ લીઝ અપાવી હતી.
આક્ષેપ છે કે જગન મોહન, તેમના ઓડિટર અને પૂર્વ સાંસદ પી.વિજય સાઈ રેડ્ડી અને ડીસીબીએલના પુનીત દાલમિયાએ મળીને રઘુરામ સિમેન્ટના શેર એક ળેન્ચ કંપની પર્ફીસીમને ૧૩૫ કરોડમાં વેચ્યા હતા. એમાંથી ૫૫ કરોડ રૂપિયા જગનને હવાલાના માધ્યમથી રોકડમાં આપવામાં આવ્યા હતાં.SS1MS