સમીરા રેડ્ડીએ લાઇફ સ્ટાઇલ બદલીને વજન ઘટાડવાની ઝુંબેશ શરૂ કરી

મુંબઈ, સમીરા રેડ્ડી ફિલ્મ કરતાં તેના ઇસ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા વીડિયોના કારણે છેલ્લાં ઘણા વખતથી વધુ જાણીતી અને લોકપ્રિય થઈ છે. ત્યારે તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર વજન ઘટાડવાની ઝુંબેશ શરૂ કરીને તેનો વીડિયો શેર કર્યાે છે.
તેણે આ માટે પોતાની જીવનશૈલી બદલવાનો નિર્ણય લીધો છે અને આ સફર તે સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું,“૯૦કિલો અને ૪૩-૩૭.૫-૪૪ આ મેં કહી દીધું. મારા ૧ જાન્યુઆરી, ૨૦૨૫ના માપ. આ વર્ષે હું ભંગાર અનુભવ સાથે જાગી હતી. મને ખબર નથી કે ક્યાં અને કઈ રીતે મેં ગયું વર્ષ વિતાવ્યું. તેથી આ વર્ષે હું લાઇફસ્ટાઇલ બદલી નાંખવા માગું છું.
૨૦૨૫ પડકારરૂપ હશે પરંતુ દૃઢ નિશ્ચય, પોષણક્ષમ ખોરાક અને વજન માટેની કસરત, યોગા અને શ્રદ્ધા સાથે હું ત્યાં પહોંચી જઈશ.”સમીરા રેડ્ડીએ શેર કરેલાં વીડિયોમાં તેણે પોતાનાં કેટલાંક જીમના વીડિયો શેર કર્યા હતા, તેમાં તેણે પોતાના ફોલોવર્સને વિનંતિ કરી છે કે તેને સહકાર આપે, “આ એક મૌલિક, ગંભીર, પ્રેરણાત્મક ફિટનેસની સફર હશે, ચલો શરૂ કરીએ.”લાંબો સમય મેદસ્વિતા સાથે વિતાવ્યા બાદ ફરી એક નવી જીવનશૈલી અપનાવવા માટે શારીરિક અને માનસિક બંને રીતે મજબૂત રહેવાની જરૂર પડે છે.
તેના માટે નિયમિત કસરત કરવી પડે છે, યોગ્ય રીતે પોષણક્ષમ આહાર લેવો પડે છે, સાથે પૂરતો આરામ પણ કરવો પડે છે. આ સમગ્ર સફર દરમિયાન માનસિક રીતે મજબૂત રહેવું પડે છે, યોગ્ય આયોજનનો તમારી સફરમાં મહત્વનો ફાળો હોય છે.
આ સફર લાંબી ચાલે છે, તેથી હિંમત રાખવી અને નિરાશ થયા વિના મહેનત કરતા રહેવી જરૂરી છે, તેના માટે કેટલીક લાંબાગાળાની ટેવો વિકસાવવી પડે છે. તેમજ સતત હકારાત્મક અભિગમ જાળવી રાખવો પડે છે.SS1MS