CA સમુદાય એક મહત્વપૂર્ણ “ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી” તરીકે દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપી રહ્યો છે: મુખ્યમંત્રી

ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ‘ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ’ની મીટમાં ઉપસ્થિત
અમદાવાદ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અમદાવાદ ખાતે આયોજિત **’ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા’ (ICAI)**ની મેમ્બર્સ મીટમાં ઉપસ્થિત રહ્યા હતા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સમુદાયને ભવિષ્યમાં વધતાં યોગદાન માટે અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે. આ યાત્રામાં સી.એ. સમુદાય એક મહત્વપૂર્ણ “ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી” તરીકે દેશના આર્થિક અને સામાજિક વિકાસમાં યોગદાન આપી રહ્યો છે.
તેમણે આગળ ઉમેર્યું કે, સી.એ.નો વ્યવસાય માત્ર નાણાં વ્યવસ્થાપન સુધી સીમિત રહ્યો નથી, પરંતુ વિકસિત ભારતના નિર્માણમાં પણ તેમનું યોગદાન મહત્વપૂર્ણ છે.
મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, સી.એ. પ્રોફેશનલ્સ ગુજરાતને ‘ફાઇનાન્સિયલ આઉટસોર્સિંગ હબ’ તરીકે વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.