Western Times News

Gujarati News

થ્રિલર ગુજરાતી ફિલ્મ “ભ્રમ” 16મી મેના રોજ થશે રિલીઝ

એક અનોખી ઇન્સ્ટાગ્રામ ગેમ સાથે મેકર્સે કરી પ્રમોશનની શરૂઆત

•             ગુજરાતીઓ અચૂકપણે માણી શકે એવી સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ છે “ભ્રમ”

•             નિર્માતાઓએ ઇન્સ્ટાગ્રામ પર એક એવી પહેલી સોશિયલ મીડિયા ગેમ શરૂ કરી છે, જે પ્રેક્ષકોને ભ્રમની વિચિત્ર દુનિયામાં લઈ જાય છે.

અમદાવાદ: કહેવાય છે કે ગુજરાતીઓને થ્રિલર ફિલ્મ નથી ગમતી, એવું વિચારતા લોકો માટે આવી રહી છે ફિલ્મ “ભ્રમ”.અત્યંત વખણાયેલી ફિલ્મ “હું ઇકબાલ”ના મેકર્સ દ્વારા થ્રિલર ફિલ્મ “ભ્રમ”ની ઘોષણા કરવામાં આવી છે કે જે 16મી મેના રોજ રિલીઝ થઈ રહી છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં આ ફિલ્મ એક ગેમચેન્જર સાબિત થશે. મિત્ર ગઢવી, સોનાલી લેલે દેસાઈ,

અભિનય બેંકર અને નિશ્મા સોનીની મુખ્ય ભૂમિકાઓ દર્શાવતીઆ ફિલ્મ એક અદ્ભુત અનુભવનું વચન આપે છે. ફિલ્મનું એનાઉન્સમેન્ટ પોસ્ટર જોતાં જ ખ્યાલ આવે છે કે ગુજરાતી સિનેમા સ્ટોરીટેલિંગ અને ઈનોવેશનના ક્ષેત્રમાં એક નવા અધ્યાયમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટર પલ્લવ પરીખ દ્વારા આ ફિલ્મનું નિર્દેશન કરવામાં આવ્યું છે અને આ અનોખી વાર્તા પણ તેમના દ્વારા જ લેખિત છે.

અત્યારે તો, ફિલ્મના મેકર્સ દ્વારા અનોખી રીતે ફિલ્મના પ્રમોશનની શરૂઆત કરવામાં આવી છે. નિર્માતાઓએ ઇન્સ્ટાગ્રામ પર એક એવી પહેલી સોશિયલ મીડિયા ગેમ શરૂ કરી છે, જે પ્રેક્ષકોને ભ્રમની વિચિત્ર દુનિયામાં લઈ જાય છે. આ ગેમ ફોલોઅર્સને પઝલ્સ ઉકેલવા, સંકેતો ઓળખવા અને તેમની ધારણાને પડકારવા માટે આમંત્રિત કરે છે – જેમ માયા આ ફિલ્મમાં કરે છે.

ભારતીય ફિલ્મ ઉદ્યોગના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે પ્રાદેશિક ફિલ્મને પ્રમોટ કરવા માટે આટલા ઈન્ટરેસ્ટિંગ અને ઇન્ટરેક્ટિવ ફોર્મેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દર્શકો ભ્રમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર જઈને આ ફિલ્મ અંગે વધુ જાણી શકે છે.

ફિલ્મની સ્ટોરી લાઈનની વાત કરીએ તો માયા, ૪૨ વર્ષની એક મહિલા, ડિમેન્શિયા નામની બીમારીથી પીડાય છે, જેના કારણે તેને ભૂતકાળની ઘટનાઓ યાદ રહેતી નથી.પછી તેના જીવનમાં શું થાય છે અને શું ઉથલપાથલ આવે છે તે આગળ જતાં ખબર પડશે

પોતાની અનોખી વાર્તા, પાવરફૂલ પરફોર્મન્સ અને એક્સપેરિમેન્ટલ ડિજિટલ સ્ટ્રેટેજી સાથે, ભ્રમ ગુજરાતી સિનેમામાં કાંઈક નવું લાવવા માટે તૈયાર છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.