મંદિર મુદ્દે બફાટ બાદ ઉર્વશી રૌતેલા તરફથી અજીબોગરીબ સ્પષ્ટતા

મુંબઈ, ઉર્વશી રૌતેલા વતી તેની ટીમે એક સત્તાવાર નિવેદન જાહેર કર્યુ છે. જેમાં તેમના નિવેદન પર સ્પષ્ટતા આપવામાં આવી હતી. ઉર્વશી રૌતેલાએ કહ્યું કે, ‘ઉત્તરાખંડમાં મારા નામે એક મંદિર છે. નહીં કે ઉર્વશી રૌતેલાનું મંદિર.
હવે લોકો બરાબર સાંભળતા પણ નથી.’બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ ઉત્તરાખંડમાં તેના નામે એક મંદિર હોવાનો દાવો કર્યાે હતો. આ દાવા પછી તેની ભારે ટીકાઓ થઈ હતી. ઉત્તરાખંડના બે ધાર્મિક સંગઠનોએ તેમની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.
ત્યાર બાદ હવે, ઉર્વશી રૌતેલાએ આ ટીકાઓ પર પ્રતિક્રિયા આપી છે. તેણે કંઈક એવી વાત કરી કે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.ઉર્વશી રૌતેલાએ ઈન્ટરવ્યૂમાં આપેલા નિવેદન બાદ દેશભરમાં તેની ટીકા થવા લાગી, પરિણામે ઉર્વશી વતી તેની ટીમે સત્તાવાર નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, ‘ઉત્તરાખંડમાં મારા નામનું એક મંદિર છે. નહીં કે ઉર્વશી રૌતેલાનું મંદિર.
હવે લોકો બરાબર સાંભળતા પણ નથી.’ આ પ્રકારે પોતાનો લુલો બચાવ કરવામાં આવી રહ્યો છે. ૧૦ એપ્રિલના રોજ બોલિવૂડ પત્રકાર સિદ્ધાર્થ કનને તેમની યુટ્યુબ ચેનલ પર ઉર્વશી રૌતેલાનો એક ઇન્ટરવ્યુ રિલીઝ કર્યાે.
આ ઈન્ટરવ્યુમાં ઉર્વશીએ કહ્યું કે, ઉત્તરાખંડમાં મારા નામે એક મંદિર છે. જો કોઈ બદ્રીનાથ જાય, તો તેની બાજુમાં જ એક ‘ઉર્વશી મંદિર’ છે.જ્યારે સિદ્ધાર્થે પૂછ્યું કે શું લોકો મંદિરમાં આશીર્વાદ લેવા જાય છે, ત્યારે ઉર્વશીએ હસતાં હસતાં જવાબ આપ્યો કે, ‘હવે મંદિર છે, તો તેઓ પણ એવું જ કરશે.’
આ દરમિયાન સિદ્ધાર્થ વારંવાર ક્રોસ ચેક કરે છે. અને પૂછે છે કે તમારું નામ શું છે? શું તે મંદિર તમને સમર્પિત છે? જાણે કે તેઓ જાણતા હતા કે ઉર્વશી પોતાના નિવેદનથી પાછી ફરી શકે છે. જે તેણે હવે કર્યું.તમને જણાવી દઈએ કે, ઉર્વશી રૌતેલાના દાવા પછી, સોશિયલ મીડિયાના એક વર્ગે તેને ‘મૂર્ખ’ કહી અને ટ્રોલ કરી.
તો કેટલાક ધાર્મિક નેતાઓએ પણ તેમની આસ્થાની ‘મજાક ઉડાવવા’ બદલ ટીકા પણ કરી હતી.ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડમાં એક ઉર્વશી મંદિર આવેલું છે. પરંતુ આ મંદિર હિન્દુ પૌરાણિક કથાઓમાં દેવી સતી સાથે સંકળાયેલું છે. આ ૧૦૮ શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ મંદિર તે જગ્યાએ બનેલું છે, જ્યાં દેવી સતીનું શરીર પડ્યું હતું.SS1MS