એક રૂપિયાના ટોકનથી 101 યુગલો આદિવાસી રીત રિવાજ પ્રમાણે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા

૧૦૧ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા-સમસ્ત વસાવા સમાજ દ્વારા ઝઘડિયાના બલેશ્વર ખાતે સમૂહ લગ્ન યોજાયા
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૧૦૧ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ફ્કત એક રૂપિયાના ટોકનથી ૧૦૧ યુગલો આદિવાસી રીત રિવાજ પ્રમાણે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા.
જેમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા આદિવાસી ગીતો તેમજ ચોખા રમાડવાની વિધિ અને આદિવાસી સામૂહિક નૃત્યોએ આકર્ષક જમાવ્યું હતું.આ સમૂહ લગ્નમાં યોગદાન આપના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આયોજિત સમૂહ લગ્નમાં કન્યાદાન પેટે દાતાઓ તરફથી તમામ જીવન જરૂરિયાત ઉપયોગી ચીજો આપવામાં આવી હતી.મોટી સંખ્યામાં આદિવાસી મહાનુભવો ઉપસ્થિત રહી નવદંપત્તિઓને આશીર્વાદ પાઠવ્યા હતા.સમુહ લગ્નનું સુંદર આયોજન કરવા બદલ આયોજકો તેમજ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ ચંદ્રકાંત વસાવાને અભિનંદન પાઠવ્યા હતા.