ટ્રાન્સજેન્ડર એક્ટની વિરુદ્ધ અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી
નવી દિલ્હી, ટ્રાન્સજેન્ડર એક્ટને બંધારણીય માન્યતાને પડકાર આપનારી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે. ચીફ જસ્ટિસ એસ.એ બોબડે,જસ્ટિસ બી.આર ગવઈ અને જસ્ટિસ સૂર્ય કાંતની બેન્ચે આ નોટિસ મોકલી છે. આ અરજી સ્વાતી બિધાન બરૂઆહે નાખી છે. તે ખુદ પણ ટ્રાન્સજેન્ડર છે. તેમણે પોતાની અરજીમાં કહ્યું કે, બંધારણના આર્ટિકલ 21 હેઠળ, અમારા લિંગને ઓળખવા અને જાહેર કરવાનો મૂળભૂત અધિકાર છે.
તેમણે પોતાની યાચિકામાં કહ્યું કે, ટ્રાન્સજેડર એક્ટમાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હેઠળ કોઈ વ્યક્તિના ટ્રાન્સજેન્ડર જાહેર કરવાનો અધિકાર રાજ્યની પાસે છે. તેના આધાર પર તેમણે કહ્યું કે, આ વિધિ ન ખાલી વ્યક્તિની ગોપનીયતાનું ઉલ્લંઘનએ અપમાનજનક છે. અરજીમાં કહ્યું છે કે, એક્ટમાં ભેદભાવની વિરૂદ્ધ જે અધિકાર આપવામાં આવ્યો છે તે પૂર્ણ રીતે શક્તિહીન છે. અંતે સ્વાતિએ બંધારણના આર્ટિકલ 14, 15 અને 16 ની વિરુદ્ધ ગણાવી કરી છે. વિવાદિત ટ્રાન્સજેન્ડર એક્ટ 26 સપ્ટેમ્બર 2019 સંસદમાં પરસાર થયું હતું આ પાંચ ડિસેમ્બર 2019ના રાષ્ટ્રપતિની સહમતિ મળી હતી અને 10 જાન્યુઆરી 2020મા આ એક્ટ લાગુ થયો હતો.