ઈડીની કાર્યવાહી સામે કોંગ્રેસનું ૨૫મીથી દેશમાં વિરોધ પ્રદર્શન

નવી દિલ્હી, કોંગ્રેસ મહામંત્રી અને લોકસભા સાંસદ કુમારી શૈલજાએ સોમવારે નેશનલ હેરાલ્ડ મામલામાં સરકારની કાર્યવાહીને દેશના ગંભીર મુદ્દાઓથી લોકોનું ધ્યાન ભટકાવવા માટેનું ષડયંત્ર ગણાવ્યું છે.
આ સાથે કુમારી શૈલજાએ કહ્યું કે, સરકારની આ કાર્યવાહીની સામે કોંગ્રેસ પાર્ટી ૨૫મી એપ્રિલે દેશભરમાં રેલીઓ યોજીને વિરોધ પ્રદર્શન કરશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં નેશનલ હેરાલ્ડ મામલામાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, જેમાં તેમના પર રૂપિયા ૯૮૮ કરોડની હેરાફેરી કરવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે.
કોંગ્રેસ સાંસદ કુમારી શૈલજાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે આ ભાજપનું ષડયંત્ર છે. આ રાજકીય બદલો છે. ગત વર્ષથી ચાલી રહેલા અમારા ‘બંધારણ બચાવો’ અભિયાન અંતર્ગત અમે ૨૫થી ૩૦ એપ્રિલ સુધી દેશભરમાં રેલીઓ યોજી રહ્યા છીએ.
આ રેલીઓ ૩થી ૧૦ મેની વચ્ચે જિલ્લા સ્તર પર અને ૧૧થી ૧૭ મેની વચ્ચે વિધાનસભા ક્ષેત્ર સ્તર પર આયોજિત કરાશે. કોંગ્રેસના વરિષ્ઠ દલિત નેતાઓ પૈકીના એક શૈલજાએ કહ્યું કે, આ અભિયાન અંતર્ગત અમે ૨૦થી ૩૦ મે સુધી ઘરે-ઘરે જઈને જનસંપર્ક કાર્યક્રમ કરીશુ, જેથી ભાજપના કુપ્રચાર અભિયાનની પોલ ખોલી શકાય.ભાજપનો ઉદ્દેશ્ય બેરોજગારી, ઘટી રહેલો જીડીપી અને સામાજિક અશાંતિ જેવા વાસ્તવિક મુદ્દાઓથી લોકોનું ધ્યાન ભટકાવવાનો છે.
તેમણે ભારપૂર્વક કહ્યું કે, નેશનલ હેરાલ્ડ મામલામાં મની લોન્ડ્રિંગનો કોઈ એંગલ નથી અને આ ામલો કોર્ટ ટકી શકશે નહીં. ઈડીની ટીકા કરીને કુમાર શૈલજાએ વળતો પ્રશ્ન કર્યાે કે તપાસ એજન્સીએ હમણાં સુધી એનડીએના કોઇ સહયોગી કે ભાજપના નેતાઓને ત્યાં તપાસ કેમ કરી નથી? ભાજપ સરકારે ઈડીને પોતાનો ચૂંટણી વિભાગ બનાવી દીધો છે અને બદલો લેવા માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.
ઈડીના મામલામાં દોષસિદ્ધિનો દર ૧ ટકો જ છે. આ સિવાય, રાજકીય મામલાઓમાં ઈડીએ ૯૮ ટકા કેસ રાજકીય હરિફોની સામે કર્યા છે.SS1MS