Western Times News

Gujarati News

ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સનું ગેરકાયદેસર દબાણ દૂર કરતી પશ્ચિમ કચ્છ પોલીસ

ભુજ, તા. ૨૨ એપ્રિલ, ૨૦૨૫ – પશ્ચિમ કચ્છ પોલીસે ગેરકાયદેસર દબાણ અંગે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારના સરગુ ગામે આવેલ ફોરેસ્ટ વિભાગની જમીન પર ગેરકાયદેસર દબાણ કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આરોપી લિયાકતઅલી રસીદઉલ્લા નોડે (રહે. લુડિયાં તા- ભુજ, જિલ્લો-કચ્છ, હાલ રહે – ભારાપર તા – ભુજ) દ્વારા સરગુ ગામની બન્ની વિસ્તારની ફોરેસ્ટ હસ્તકની જમીનમાં ગેરકાયદેસર રીતે દબાણ કરી પોતાના રહેણાક માટે મકાન તથા વાડો બનાવવામાં આવ્યો હતો.

પોલીસ સૂત્રો મુજબ, આ દબાણનું ક્ષેત્રફળ આશરે ૧૫,૦૦૦ ચોરસ મીટર જેટલું હતું, જેની અંદાજિત કિંમત ૧૦ લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી છે.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ ચકાસતા જાણવા મળ્યું કે તેની વિરુદ્ધ કચ્છ, બનાસકાંઠા અને અમદાવાદ જિલ્લામાં પાંચથી વધુ છેતરપિંડીના ગુના દાખલ થયેલા છે.

ખાવડા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે વન વિભાગ સાથે સંકલનમાં રહી આ કાર્યવાહી કરવામાં આવી છે અને આગામી સમયમાં અન્ય ગેરકાયદેસર દબાણો સામે પણ સખત કાર્યવાહી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.