Western Times News

Gujarati News

UPSC પરીક્ષામાં ગુજરાતની બે દીકરીઓએ ટોપ-5માં સ્થાન મેળવ્યું

બીજા ક્રમે હર્ષીદા ગોયલ અને ચોથા સ્થાને માર્ગી ચીરાગભાઈ શાહ આવ્યા- યુપીએસસીની યાદી મુજબ જનરલ કેટેગરીમાં પ્રથમ 73 IAS, 23 IFS, 60 IPS ને સ્થાન મળશે.

અમદાવાદ, તા. ૨૩ એપ્રિલ, ૨૦૨૫ – સંઘ લોક સેવા આયોગ (UPSC) દ્વારા આયોજિત સિવિલ સર્વિસ પરીક્ષા-2024ના પરિણામોમાં ગુજરાતના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. ભારતની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષામાં ટોપ-30માં ગુજરાતના ત્રણ વિદ્યાર્થીઓ અને ટોપ-5માં ગુજરાતની બે દીકરીઓનો સમાવેશ થયો છે, જે રાજ્ય માટે ગૌરવની વાત છે.

ગુજરાતના મુખ્યમંત્રીએ સફળ ઉમેદવારોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, “બંને દીકરીઓ સહિત ઉત્તીર્ણ થનાર ગુજરાતના સૌ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન સહ ઉજ્જ્વળ કારકિર્દીની શુભકામના પાઠવું છું.

દેશની પ્રશાસનિક વ્યવસ્થામાં સનદી અધિકારીઓનું ખૂબ મહત્ત્વનું સ્થાન છે, ત્યારે ગુજરાતના યુવા આ પરીક્ષામાં ઉજ્જ્વળ દેખાવ કરીને રાષ્ટ્રનિર્માણમાં અને જનકલ્યાણમાં યોગદાન આપશે તેનું ગૌરવ આપણને સૌને છે.”

ગુજરાત સરકારે છેલ્લા અઢી દાયકામાં પૂર્વ વડાપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કન્યા કેળવણી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના પ્રશિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં લીધાં છે. “માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં વીતેલા અઢી દાયકામાં ગુજરાત સરકારે આદરેલા પ્રયાસોથી સમાજમાં દીકરીઓના શિક્ષણ માટે અનેરી ક્રાંતિ આવી છે,” તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું.

Ahmedabad, Gujarat: Harshita Goyal secures 2nd rank in the UPSC Civil Services Examination. She says, “… I am the first from my family who will become a civil servant. I had immense support from my family.

My mother is no more so my father supported me in every way. He took care of the house, my younger brother, and my grandparents. My friends supported me a lot… I want to become an IAS with the goal to bring about a change in people’s lives, especially women…”

સરકારી સૂત્રો મુજબ, ગુજરાત સરકાર યુવાનોને UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે વિશેષ તાલીમ સુવિધાઓ પૂરી પાડે છે. “યુવાનોને UPSC ની સ્પર્ધાત્મક પરીક્ષાની શ્રેષ્ઠ તાલીમ મળે તે માટે ગુજરાત સરકારે પૂરી પ્રતિબદ્ધતાથી પ્રયાસો હાથ ધર્યા છે. UPSC પરીક્ષામાં ગુજરાતની દીકરીઓ ટોચની હરોળમાં આવે તે આ પ્રયાસોની સફળતાનું પ્રતિબિંબ છે,” તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું.

શિક્ષણ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, આવનારા દિવસોમાં વધુ વિદ્યાર્થીઓને આ દિશામાં પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર વધુ યોજનાઓ લાવવાનું આયોજન કરી રહી છે.

Palanpur’s Brijesh Barot Cracks UPSC 2024 with AIR 507 on Fourth Attempt

યુનિયન પબ્લિક સર્વિસ કમિશનએ સિવિલ સર્વિસિઝ એક્ઝામિશનના ફાઈનલ રિઝલ્ટ જાહેર કર્યા છે. જેમાં દેશભરમાંથી શક્તિ દુબે ટોપર રહી છે. આ પરીક્ષામાં કુલ ૧૦૦૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં માત્ર ૨૪૧ ઉમેદવારો જ ઉતીર્ણ થયા છે. બીજા ક્રમે હર્ષિતા ગોયલ આવી છે. યુપીએસસીની પરીક્ષામાં ઉતીર્ણ ટોપ-૩૦ ઉમેદવારોમાં ત્રણ ગુજરાતી સામેલ છે.

યુપીએસસીએ સપ્ટેમ્બર, ૨૦૨૪માં લેખિત પરીક્ષા લીધા બાદ જાન્યુઆરીથી એપ્રિલ, ૨૦૨૫માં ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતાં. પસંદગી પામેલા ઉમેદવારો લાલ બહાદુર શાસ્ત્રી આઈએએસ માટે નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન, યુપીએસસી માટે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, અને અન્ય સંબંધિત સેવાઓ માટે ખાસ એકેડમીમાં તાલીમ લેશે.

યુપીએસસીની પરીક્ષામાં ટોપર રહેનાર શક્તિ દુબેએ ૨૦૧૮થી પરીક્ષાની તૈયારી કરી હતી. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં બાયોકેમિસ્ટ્રીના અભ્યાસ બાદ તેણે યુપીએસસીની તૈયારીઓ શરૂ કરી હતી. પરીક્ષાર્થીઓના માર્ક્સ રિઝલ્ટની જાહેરાતના આશરે ૧૫ દિવસ બાદ કરવામાં આવશે.

૧૭ એપ્રિલ, ૨૦૨૫ સુધી યુપીએસસી સીએસઈના ઈન્ટરવ્યૂ ચાલ્યા હતા. ઈન્ટરવ્યૂ રાઉન્ડની શરૂઆત ૭ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ થઈ હતી. યુપીએસસીએ સીએસઈ ૨૦૨૪ હેઠળ આઈએએસ, આઈપીએસ, આઈએફએસ સહિતની સેવાઓ માટે ૧૧૩૨ પદ માટે ભરતી યોજી હતી.

પાટણના અંકિત વાણિયાએ કોઈ કોચિંગ ક્લાસિસ વગર UPSC પરીક્ષા પાસ કરી, સંઘર્ષ બાદ સફળતા મળી હતી અને 607 રેન્ક આવ્યો છે. 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.