BAPS મંદિર, આણંદના રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

(પ્રતિનિધિ) આણંદ, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, આણંદના રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે અક્ષરફાર્મ ખાતે તા. ૨૦/૪/૨૦૨૫, રવિવારના રોજ સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ દરમિયાન આણંદ શહેરના પ્રજાજનો માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પયોજાયેલ હતો.કેમ્પની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરી મંગળ પ્રારંભ થયો હતો જેમાં બી.એ.પી.એસ. શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ, આટલાદરા વડોદરાઉપરાંત આણંદ શહેરના નામાંકિત ડોકટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પૂજ્ય ભગવદચરણ સ્વામીએ પ્રાસંગિક આશીર્વચનો રજૂ કર્યા હતા. બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા બ્રહસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી હાલ સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે મલ્ટી સ્પેસિયાલિટી હોસ્પિટલો કાર્યરત છે.
જેમાં નિષ્ણાત તબીબો દ્વારા ગુણવત્તા યુક્ત આરોગ્ય સારવાર ઉપલબ્ધ કરવામાં આવે છે. આદિવાસી વિસ્તારોમાં સંસ્થા દ્વારા મોબાઈલ દવાખાના મારફત પણ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થઈ રહી છે. સંસ્થા દ્વારા સમયાંતરે બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવે છે. મોટા મહોત્સવોમાં રેકોર્ડ બ્રેક રક્ત દાન પણ નોંધાયેલ છે.
આ કેમ્પમાં ઉપલબ્ધ મુખ્ય સેવાઓમા ઃ ફિજીશીયન, હ્રદય રોગ, કિડનીના રોગ, હાડકાના રોગ, કાન, નાક,ગળાના રોગ, દાંતના રોગ ના તબીબી નિષ્ણાતોનો ૧૩૦૦ ઉપરાંત દર્દીઓને લાભ પ્રાપ્ત થયો હતો.કેમ્પમાં લાભ લેવા માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.આમ છતાં કોઠારી પૂજ્ય યજ્ઞસેતુ સ્વામીએ વિશાળ ભાવના રાખી રજીસ્ટ્રેશનથી વંચિત લોકોને પણ લાભ મળે તેવું આયોજન કર્યું હતું.