કાંકરિયા ચાર રસ્તા પાસે સાંજ પડતા ટ્રાફિકજામની સમસ્યા

file
મણીનગરમાં આમ તો બધુ સ્મૂધલી ચાલતુ હોવાથી પોલીસ રોડ પર ઓછી દેખાય છે ?
(પ્રતિનિધિ) અમદાવાદ,મેગાસીટીમાં ટ્રાફિક સમસ્યા એક સામાન્ય વાત બની ગઈ છે. દિલ્હી, મુંબઈ, બેંગ્લુરૂ જેવા શેહરોમાં ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન થઈ ગઈ છે. આ સિવાયના ઘણા શહેરોમાં દિવસે- દિવસે ટ્રાફિક સમસ્યા વધી રહી છે. Traffic jam problem near Kankaria intersection in the evening
અમદાવાદ શહેરનો ભૌગોલિક વિસ્તાર વધ્યો છે. છેલ્લા બે-ત્રણ દાયકાઓમાં શહેરના સીમાડાઓ દુર સુધી પહોંચ્યા છે. એક છેડેથી બીજા છેડે જવુ હોય તો કલાક-બે કલાકનો સમય નીકળી જાય છે એમાંય ટ્રાફિક નડે તો આટલો સમય તો આસાનીથી પસાર થઈ જાય છે.
અમદાવાદમાં ખાનગી વાહનોની જાળ પથરાઈ ચુકી છે. સવારના ઓફિસના સમયે અને સાંજના ઓફિસ છૂટવાના સમયથી લઈને રાત સુધી ટ્રાફિકનું સામ્રાજય છવાયેલુ રહે છે. અમદાવાદ શહેરમાં આવેલો મણીનગર વિસ્તાર પોશ વિસ્તાર ગણાય છે.
અહીંયાના રસ્તાઓ ખુલ્લા છે. વાહનોનું બહુ ઝાઝુ ન્યુસન્સ નથી પરંતુ કાંકરિયા ચાર રસ્તા કે જયાં નાસ્તા-પાણીની લારીવાળા, ઘોડા બગીવાળા ઉભા રહે છે આ લોકો વર્ષોથી પોતાનો ધંધો કરે છે તેઓ નડતરરૂપ નથી. પરંતુ આ ચાર રસ્તા પર રાત્રીના સમયે ટ્રાફિકજામ થઈ જાય છે. એ.એમ.ટી.એસ અને બી.આર.ટી.એસ.ની બસોને નીકળવુ મુશ્કેલ થઈ જાય છે. ચારેબાજુથી ટ્રાફિક આવીને ત્યાં ચાર રસ્તા પર અટવાય છે.
કોઈ નીકળી શકતુ નથી અને જઈ શકતું નથી. આ ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ જો બે-ત્રણ કલાક માટે ઉભી રહે તો ટ્રાફિક સરળતાથી પસાર થઈ શકે છે. મણીનગર વિસ્તાર શાંતિવાળો હોવાથી પોલીસ પણ ઝાઝી રોડ પર જોવા મળતી નથી. ટૂંકમાં બધુ ‘સ્મુધલી ચાલે છે એલ.જી. ચાર રસ્તા પર થોડીક તકલીફ પડતી જોવા મળે છે
પરંતુ ટ્રાફિક પોલીસની મદદ વિના રસ્તો કલીયર થઈ જાય છે તો કાંકરિયા બી.આર.ટી.એસ. તરફ જવાના ચાર રસ્તા પર ડાબી તરફ મોટા વાહનને વળવુ હોય તો થોડા સમયનો ભોગ આપવો પડે છે. કારણ કે સીધા વાહનો આગળ વધે નહી ત્યાં સુધી ડાબી બાજુ વળવાનો માર્ગ ચોખ્ખો થતો નથી.
આમ તો મણીનગરમાં ટ્રાફિક સમસ્યા મોટી સમસ્યા નથી બની પરંતુ આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોની માફક આ સમસ્યા વિકટ બને તે પહેલા ટ્રાફિક વિભાગ, વહીવટીતંત્રએ આગોતરૂ આયોજન કરી લેવુ પડશે.