સગીરા પર રેપની ફરિયાદ કરવામાં વિલંબ કોઇ ગુનો નથીઃ દિલ્હી હાઈકોર્ટ

નવી દિલ્હી, દિલ્હી હાઇકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું છે કે સગીર પરના જાતીય હુમલાની જાણ કરવામાં કોઇ વ્યક્તિ આઘાત અથવા સામાજિક દબાણને કારણે વિલંબ કરે તો તે પોક્સો કાયદા હેઠળ ગુનો બનતો નથી.હાઇકોર્ટે ૧૦ વર્ષની પુત્રી પરના જાતિય હુમલાની સમયસર જાણ ન કરવા બદલ એક મહિલા સામેની કાનૂની કાર્યવાહીને રદ કરી હતી.
૧૦ વર્ષની પુત્રી પર તેના પિતા અને પિતરાઈ ભાઇઓ જાતિય હુમલો કર્યાે હતો, પરંતુ મહિલાએ આઘાત અને સામાજિક દબાણને કારણે તેની સમયસર પોલીસને જાણ કરી ન હતી.
હાઇકોર્ટે જણાવ્યું હતું કે પોક્સો કાયદા હેઠળ ગુનાની જાણ કરવામાં વિલંબ બદલ કોઇ સામે કાર્યવાહી કરી શકાય નહીં. માતા પણ શારીરિક શોષણ અને ભાવનાત્મક એકલતાનો ભોગ બની હતી અને આખરે તેને મોટું વ્યક્તિગત જોખમ ઉઠાવીને કાનૂની કાર્યવાહીની હિંમત એકઠી કરી હતી.
પોસ્કો કાયદાની કલમ ૨૧નો હેતુ જાતીય ગુનાઓ ડામવાનો અને બાળકના શ્રેષ્ઠ હિતમાં સમયસર કાર્યવાહી સુનિશ્ચિત કરવાનો છે. તેનો હેતુ એવા લોકોને સજા કરવાનો નથી, જેઓ વ્યક્તિગત નબળાઈઓ હોવા છતાં, આખરે ગુનાની જાણ કરે છે.
આઘાત અને સામાજિક દબાણમાંથી ઊભા થયેલા વિલંબ અને મૌનને જો ન્યાયાધીશો ગુનો ગણવાનું ચાલુ કરશે તો કાયદો પોતે જ જુલમનું સાધન બની જાય તેવું જોખમ છે. મહિલાએ ટ્રાયલ કોર્ટના ડિસેમ્બર ૨૦૨૩ના આદેશને પડકાર્યાે હતો. ટ્રાયલ કોર્ટે મહિલા સામે આ ધારાની કલમ ૨૧ (રીપોર્ટ કરવામાં નિષ્ફળતા) હેઠળ આરોપો ઘડવાનો આદેશ આપ્યો હતો.SS1MS