કાર ચાલકે ટોલપ્લાઝા પર તોડફોડ કરીને ફાયરિંગ કર્યું

પ્રતિકાત્મક
પાટણ, ગુજરાતમાં હાઈવે પર સ્થિત ટોલ બુથ પર અનેક વખત મારામારીના બનાવો પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે ઉત્તર ગુજરાતના સાંતલપુર પાસે ભારતમાલા ટોલ પ્લાઝા પર ફાયરિંગ સાથે તોડફોડના મામલો સામે આવ્યો છે. આ ટોલ બુથ પરથી ગાડી પસાર કરવા બાબતે કાર ચાલકે માથાકૂટ કરી હતી.
ત્યારબાદ કાર ચાલકે ટોલબુથના કોમ્પ્યુટર અને સીસીટીવીમાં પણ તોડફોડ કરી હતી. ટોલબુથના કર્મચારીઓને પણ માર મરાયો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે પાટણના સાંતલપુરમાં વરણોસરી ગામ નજીકથી પસાર થતા ભારતમાલા હાઈવે પર સ્થિત ટોલપ્લાઝા પર ફાયરિંગ અને તોડફોડનો મામલો સામે આવ્યો છે.
આ ટોલ બુથ પરથી એક કાર ચાલકે કાર પસાર કરવા માટે ટોલ બુથના કર્મચારીઓ સાથે માથાકૂટ કરી હતી. ત્યાર બાદ ઉગ્ર બોલાચાલી થતાં કર્મચારીઓને માર માર્યો હતો. તે ઉપરાંત ટોલ બુથના કોમ્પ્યુટર અને સીસીટીવીમાં પણ તોડફોડ કરી હતી. આ ઘટના બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
ટોલ બુથના કર્મચારીઓએ પોલીસને સમગ્ર હકિકત જણાવી હતી. કારના ચાલકે ટોલ બુથ પરથી કાર પસાર કરવા માટે ગાળા ગાળી કરી હતી. ત્યાર બાદ કર્મચારીઓ સાથે માથાકૂટ કરી હતી. ચર્ચા ઉગ્ર બનતાં ટોલબુથમાં કોમ્પ્યુટર અને સીસીટીવીમાં તોડફોડ કરી હતી.