Western Times News

Gujarati News

સાયબર ક્રાઈમઃ આવો જાણીએ ઓનલાઇન શોપીંગ ફ્રોડથી કેવી રીતે બચી શકાય

સાયબર ક્રાઇમ નાણાંકીય નુંકશાન થતું અટકાવીએ

ડાયલ  કરો 1930  અથવા હેલ્પલાઇન www.cybercrime.gov.in પર ફરીયાદ નોંધાવીએ

અમદાવાદ,  આજના ઝડપી યુગમાં નાગરિકો પાસે સમયના અભાવે ઓનલાઇન શોપીંગનું મહત્વ ખબૂજ વધી ગયું છે. ઓનલાઇન શોપીંગના કારણે તેમને જોઇતી અને ગમતી વસ્તુઓ ઘરે પહોંચી જાય છે,પરંતુ આ પ્રકારની ખરીદ પ્રવૃતિમાં ધ્યાન રાખવામાં નહિ આવે તો કોઇ પણ નાગરિક ઓનલઇન શોપીંગ ફ્રોડનો શિકાર બની શકે છે, આ પ્રકારની ઘટના બને તો તુંરતજ સાયબર ક્રાઇમની હેલ્પ લાઇન 1930 અથવા www.cybercrime.gov.in  પર ફરીયાદ નોંધાવી શકાય છે.

ફેક- ઇ કોમર્સ વેબસાઇટની લોભામણી અને આકર્ષક જાહેરાતો મુકીને ગ્રાહકોને સસ્તી અને ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ ખરીદવા માટેની  લાલચ આપવામાં આવે છે. અને આ વસ્તુઓ માટે ઓનલાઇન પેમેન્ટ કર્યા બાદ જ્યારે ઓર્ડર કરવામાં આવે તો ડીલીવરી ન થાય,હલકી ગુણવત્તાવાળી વસ્તુ આવી જાય,બનાવટી વસ્તુ આવી જાય સહિતની અનેકો છેતરપીંડી થાય છે.

આ પ્રકારની ઓનલાઇન સાઇટની સત્યતા બાબતે  ગ્રાહક જાણી શકતો નથી અને તેને આર્થિક નુંકશાન થાય છે,જેથી સત્તાવાર અને વિશ્વસનીય ઇ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ખરીદી કરવી જેથી છેતરપીંડીથી બચી શકાય છે.જોકે દરેક ગ્રાહકે અજાણી લીંન્કના માધ્યમથી ખરીદી ટાળવા જોઇએ.

 ઓનલાઇન શોપીંગ ફ્રોડથી બચવાની ટીપ્સ

–      ફેક ઇ કોમર્સ છેતરપીંડીથી બચવા માટે જણીતી વેબસાઇટનો ઉપયોગ કરવો જોઇએ

–      દરેક સમયે યુઆરએલ ચકાસી,ગ્રાહક રિવ્યુ વાંચીને યોગ્ય નિર્ણય લેવો જોઇએ

–      લોભામણા ભાવથી સાવધ રહેવું જોઇએ

–      ખરીદી સમયે સુરક્ષિત પેમેન્ટનો વિકલ્પ કરવો જોઇએ.

ઓનલાઇન શોપીંગ સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

–      શંકાસ્પદ લીન્ક પરથી દુર રહો

–      ક્યુ આર કોડ સ્કેન કરતાં પહેલાં વિચારો

–      અચંબિત કરતી ઓફરોથી બચો

–      HTTPS થી શરૂ થતી વેબસાઇટ જ પસંદ કરો

–      હમેશાં મૂળ વેબસાઇટની મુલાકાત લેવી જોઇએ

–      કોઇ પણ બેન્કની જાહેરાતો હોય તો તેના સત્તાવાર પોર્ટલ પર ચકાસણી કરવી

–      ADS/AD થી સાવધ રહો

–      વિશ્વસનીય પેમેન્ટ વિકલ્પ જેમકે કેશ ઓન ડિલવરી અથવા વીપીપી ની પસંદ કરો

–      વેપારીના ડિજિટલ પ્રમાણપત્રની માહિતી મેળવો

–      કોઇ પણ ઇ કોમર્સની એપ્લીકેશન હમેશા અપડેટ રાખો

–      કાર્ડની માહિતી કોઇપણ ઇ કોમર્સ સાઇટ પર સચવાય નહિ તેની કાળજી રાખો

–      રીટર્ન અને રિફંડની નિતીની તેની સાઇટ પર ચકાસણી કરો

–      વેચાણકર્તાની વિશ્વસનીયતાની હમેશાં તપાસણી કરો

–      દરેક સમયે મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવો હિતાવહ છે

–      આપની બેન્કના રેકોર્ડની નિયમિત ચકાસણી કરો

–      સુરક્ષિત પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરવો જરૂરી છે

–      અન્ય ગ્રાહકો ટીપ્પણી પણ જરૂરથી વાંચો

–      સમિક્ષાઓ અને રેટીંગની ચકાસણી કરો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.